મહિલાઓને એસપી,એસીબીમાં રજુઆત કરતા ખળભળાટ
મહિલાઓ પાસેથી 2500 અને પુરૂષ પાસેથી 3000 લીધાનાં આક્ષેપ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વિશળવાવ પોલીસ ચોકીમાં જુગાર રેઇડ બાદ તોડ થયાનાં ગંભીર આક્ષેપ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. મહિલાઓએ એસપી,એસીબીમાં રજુઆત કરી તપાસની માંગ કરી છે.તેમજ મહિલાઓએ ખાસ ખબરની ઓફીસે આવી આપવિતી વર્ણાવી હતી.વાંઝાવાડમાં રૂદ્રપેલેસમાં રહેતા નેહાબેન કાશીગર અપારનાથીએ એસપી અને એસીબીને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, ગત તા. 24 જુલાલઇ 2022નાં રોજ મહિલાઓ પાર્કીગમાં બેઠા હતાં તે દરયિમાન વિશળવાવ પોલીસ ચોકીનાં માસણો આવ્યાં હતાં. બધાને ડરાવવા અને ધમકાવવા લાગ્યા હતાં. જુગારનો કેસ કરવાનો કહી બધાને લઇ ગયા હતાં. જેમાં હીરલબેન ભાદરકા, કીશોરભાઇ ભટ્ટી, રાહુલભાઇ સોની, સોનલબેન, ઉમેશભાઇ,મીનાબેન દેવરીયા,રેખાબેન નાણાવટી તેમજ અન્ય બહારનાં લોકોને જેને કોઇ લેવા દેવા ન હોવા છતા 11 મહિલા અને 4 પુરૂષને વિશળવાવ પોલીસ ચોકીએ લઇ ગયા હતાં. બાદ જુગારનો કેસ ન કરવાનું કહી વ્યકિતદિઠ 5000ની માંગણી કરી હતી.
અમે આટલા પૈસા ન હોવાનું કહ્યું હતું. ત્યારે ચોકીનો વહીવટદાર અને પબ્લીકનો માણસ પ્રતિક ફળદુ ત્યાં આવેલ અને ત્યાનાં પોલીસમેન વનરાજસિંહ તથા અમરાભાઇ સાથે વાતચીત કરેલ. રકઝકનાં અંતે મહિલા પાસેથી 2500-2500 રૂપિયા અને પુરૂષ પાસેથી 3000 રૂપિયા નકકી થયા હતાં. બાદ બધાને જવા દીધા હતા અને સવારે પૈસા આપી જવા કહ્યું હતું. બીજા દિવસે બધાને બોલાવ્યા હતા અને વિશળવાવ પોલીસ ચોકીએ લઇ ગયા હતા અને અહીં કુલ 39,500 રૂપિયા આપ્યાં હતાં. તેમજ વનરાજસિંહે બધાનાં પર્સ ચેક કરતા તેમાંથી કુલ 20 હજાર આસપાસ રૂપિયા હતા,તે પણ લઇ લીધા હતાં. ત્યાર બાદ 6 ઓગસ્ટ 2022નાં રાત્રીનાં બે વાગ્યાનાં આસપાસ મને મારા પાડોસી કાજલબેનનો ફોન આવ્યો કે,તમારી ઘરે પોલીસ આવી છે. હું માતાજીનું વ્રત હોય સામેનાં એપાર્ટમેન્ટમાં ગયા હતાં.
હું મારા ઘરે આવતા વિશળવાવ પોલીસ ચોકીનાં વનરાજસિંહ તથા બીજા પોલીસમેન મને જોવા મળ્યાં હતાં અને મને કહે તારુ ઘર ખોલ ચેક કરવું છે. તેમજ આઇડી પ્રુફ જોવા માંગ્યાં હતાં. પરંતુ બતાવ્યાં ન હતાં. તેમજ કહ્યું કે,તું જુગાર રમાડીશ તો હપ્તા આપવો પડશે.તેમજ કહી ગાળો આપી હતી. અને ફરી 5 હજારની માંગણી કરી હતી અને નશામાં હતાં. બાદ હું ગભરાઇ ગઇ હોય સામેનાં એપાર્ટમેન્ટમાં સગાને ત્યારે રાત રોકાઇ હતી. અવાર નવાર જુગારનાં કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપે છે. વિના કારણે ખોટી રીતે હેરાન કરે છે. શાંતીથી રહેવા દેતા નથી. તેમની સામે પુરતી તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ છે.
- Advertisement -
આવા કિસ્સામાં ખાતાકીય તપાસ થવી જરૂરી
જૂનાગઢનાં વિશળવાવ પોલીસ ચોકીમાં રૂપિયા લેવાનાં ગંભીર આક્ષેપ થયા છે.ત્યારે આવા કિસ્સામાં જેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો તેવા પોલીસ કર્મીઓ સામે ખાતાકીય તપાસ થવી જરૂરી છે. ત્યારે પોલીસ પ્રજાની મિત્રનું સુત્ર સાર્થક થશે તે જોવું રહ્યું ?.