લિઝ ટ્રુસે બ્રિટનના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમનો કાર્યકાળ માત્ર 45 દિવસનો છે. ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ રાજીનામું આપવા જઈ રહ્યા છે. હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના અન્ય એક સાંસદ શેરિલ મુરેએ જાહેરમાં વડાપ્રધાન લિઝ ટ્રસના રાજીનામાની હાકલ કરી હતી. તેમણે કહ્યું હતુ કે લિઝ ટ્રુસની સ્થિતિ હવે એવી નથી રહી કે તેણે વડાપ્રધાન રહેવું જોઈએ.
- Advertisement -
લિઝ ટ્રસે જણાવ્યું કે આજે તેઓ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપી રહ્યા છે. પક્ષ હવે નેતા નક્કી ન કરે ત્યાં સુધી તેઓ કાર્યકારી વડાપ્રધાન તરીકે ચાલુ રહેશે.
ગૃહમંત્રીનું રાજીનામું
બ્રિટનના ગૃહ સચિવ સુએલા બ્રેવરમેને બુધવારે રાત્રે રાજીનામું આપી દીધું હતું. તેમના સ્થાને પૂર્વ પરિવહન મંત્રી ગ્રાન્ટ શેપ્સને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. ભારતીય મૂળના સુએલા બ્રેવરમેને સપ્ટેમ્બરમાં જ આ પદ સંભાળ્યું હતું.
તેમણે રાજીનામાનું કારણ નવી સરકારના કામકાજની રીતને આપ્યું અને કહ્યું કે આ સરકાર કઈ દિશામાં જઈ રહી છે તે અંગે તેઓ ચિંતિત છે. સ્થળાંતર કરનારાઓ અંગેની ઉદાર નીતિની ટીકા કરનાર બ્રેવરમેને એમ પણ કહ્યું છે કે નવી સરકાર મતદારોને આપેલા વચનો પણ પૂરા કરી રહી નથી, જેમ કે સ્થળાંતર કરનારાઓની સંખ્યા ઘટાડવા અને ગેરકાયદેસર સ્થળાંતરને રોકવા.
- Advertisement -
ઉલ્લેખનિય છે કે, બ્રિટન મંદીની ચપેટમાં પણ આવી ગયું છે. એક રિપોર્ટ અનુસાર બ્રિટનવાસીઓએ વધી રહેલી મોંઘવારી અને મંદીથી બચવા માટે એક ટાઈમનું જ ભોજન છોડી રહ્યાં છે.
એક અઠવાડિયા પહેલા ભારે દબાણનો સામનો કરી રહેલા બ્રિટનના વડાપ્રધાન લિઝ ટ્રસે અંતે ગુરુવારે રાજીનામાંનું એલાન કરી દીધું છે. તેમનો કાર્યકાળ માત્ર 45 દિવસનો રહ્યો છે. જોકે, તેઓ આગામી વડાપ્રધાન પસંદ કરાય ત્યાં સુધી પદ પર બનેલા રહેશે. મહત્વનું છે કે, લાંબા સમયથી અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે તેઓ રાજીનામું આપવાના છે. હવે તે નિર્ણય લઇ લેવાયો છે. કન્ઝર્વેટિવ પાર્ટીની સ્પેશિયલ રુલ કમિટી 1922ના ચેરમેન સર ગ્રાહમ બ્રેડીએ લિઝ સાથે મુલાકાત કરીને તેમને જણાવ્યું હતું કે પાર્ટી હવે તેમને નેતા તેરીકે નથી જોતી.
ઋષિ સુનક કમબેકની ઝુંબેશ ચાલી રહી છે
બેકાબૂ મોંઘવારીના કારણે લોકો સોશિયલ મીડિયા પર પૂર્વ નાણામંત્રી અને ભારતવંશી સાંસદ ઋષિ સુનક કમબેકનો વીડિયો શેર કરી રહ્યા છે. લોકોમાં સૌથી વધુ એ વાતનો ગુસ્સો છે કે PM રેસની ડિબેટમાં સુનકે ટ્રસની આર્થિક નીતિઓને લઇને આશંકાઓ જણાવી હતી, તે સાચી સાબિત થઇ રહી છે.