ટેકનિકલ કારણોના લીધે ફ્લાઇટ રદ કરવાનો દાવો: રદ કરાયેલી મોટાભાગની ફ્લાઇટ બ્રિટનના હીથ્રો એરપોર્ટથી નાના રુટની અને નજીકના સ્થળોની હતી
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય વિમાની કંપનીઓ જ ઉડ્ડયન રદ કરે છે અને પ્રવાસીઓ અહીં જ રઝળી પડે છે તેવું નથી. બ્રિટિશ એરવેઝે લગભગ ડઝનેક ફ્લાઇટટેકનિકલ કારણોસર રદ કરી હતી અને તેના લીધે 16 હજાર જેટલા પ્રવાસીઓ રઝળી પડયા હતા. કેટલાય લોકોએ તેમનો પ્રવાસ રદ કરવો પડયો હતો. આ પહેલા એરલાઇને ગુરુવારે હીથ્રો પર 80 ફ્લાઇટ ક્યાં તો રદ કરવી પડી હતી અથવા તો તેને મોડેથી ઉડાડી હતી.
- Advertisement -
રદ કરવામાં આવેલી ફ્લાઇટમાંથી 42 ફ્લાઇટ તો યુરોપના અત્યંત વ્યસ્ત એરપોર્ટ હીથ્રોથી આવવા-જવાના નાના રુટની હતી. હીથ્રો દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. એરલાઇનનું કહેવું છે કે ટેકનિકલ મુશ્કેલીના લીધે આ પગલું ઉઠાવવુ પડયુ હતુ. પણ આ ટેકનિકલ મુશ્કેલી શું હતી, તે અંગે તેણે કશું જણાવ્યું નથી.