બ્રિટનની કેટી કેરમોડ દુનિયાના ટોપ 100 ‘મેમરી એથલીટો’માં સામેલ છે. તે રેકોર્ડ 4 વખત મેમરી સ્પોર્ટ્સ જીતી ચૂકી છે. 2008માં પહેલી મેમરી પ્રતિસ્પર્ધામાં 5 મિનિટમાં 84 અપરિચિત નામ ચહેરા યાદ કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. હવે તે 30 મિનિટમાં 1080 નંબર યાદ રાખી શકે છે. આ માટે રોજીંદી લાઇફમાં પણ સ્મૃતિસ્પર્ધામાં શીખેલી ટેક્નિકનો ઉપયોગ ચાલુ રાખે છે. આમાં સૌથી મહત્ત્વનું છે મેમરી પેલેસ નામની મેપિંગ ટેકિનિક. આ ઉપરાંત તે આંકડાને ઇમેજમાં બદલીને યાદ રાખે છે. કેટી આ અંગે જણાવે છે કે આની મદદથી કંઇ પણ યાદ રાખવાની ક્ષમતા વધારી શકાય છે. અહેવાલમાં જાણીએ તેની જણાવેલી ટેક્નીક અને અભ્યાસ વિશે…
ટેક્નીકનો સમાવેશ: નવા તથ્યને ખાસ સ્થાન પર રાખે છે, અનોખી રીતે વાર્તા રચે છે
- Advertisement -
મેમરી પેલેસ: કેટી પહેલાં એક મહેલ કે ઇમારતની કલ્પના કરે છે. તેમાં ઓરડા, સીડી, છત અને અલગ અલગ જગ્યાએ વસતુઓ અને લોકોને યાદ રાખે છે. જેમકે બગીચામાં તેણે પોતાના ભત્રીજા સાથે સસલાની કલ્પના કરી. બીજી વાર તે ઇમારતમાં ટહેલવાની કલ્પના કરે છે તો બગીચામાં ભત્રીજો દેખાશે. કેટી કહે છે જ્યારે તમે કોઇ નવું તથ્ય શીખો છો તો તેને યાદ રાખવા માટે એક જગ્યા હોય છે.
બેન સિસ્ટમ: નંબરોને યાદ રાખવા માટે કેટી બેન સિસ્ટમનો ઉપયોગ કરે છે. તેમાં પ્રત્યેક અંકનો એક વિશેષ વ્યંજન કે સ્વર હોય છે. તેના જોડાવાથી શબ્દ બને છે. જેમકે 711 અંક છે તો 7(kuh) 1(ah) 1(tuh)થી કેટ બનશે. આ રીતે તે દરેક સંખ્યાને એક છબિ કે ઇમેજમાં બદલી દે છે.
મેજર સિસ્ટમ: કેટી કહે છે બેન સિસ્ટમ આમાંથી આવી છે. જોકે હું આને કેલેન્ડર ઇવેન્ટ જેવી વસ્તુઓ બનાવવા ઉપયોગ કરું છે. આમાં તે એવું કાંઇક પસંદ કરે છે જે કેલેન્ડર ઇવેન્ટના દિવસે સમાન હોય. ઉદાહરણ તરીકે જો મંડે(સોમવાર) ના દિવસે ડેન્ટિસ્ટ સાથે એપોઇન્ટમેન્ટ છે તો તે ‘મૂન’ પસંદ કરશે જે મંડેના સમાન હોય છે. પછી તે મૂન પર ટૂથપેસ્ટની એક વિશાળ ટ્યૂબ કે દાંતના ઓપરેશન કરનારા ડેન્ટિસ્ટની કલ્પના કરશે.
એક્સરસાઇઝ- ઉંઘ જરૂરી: કેટી કહે છે સારી ઉંઘ- ખોરાકનો યાદશક્તિ પર પણ પ્રભાવ પડે છે. જો મેં સારી ઉંઘ નથી લીધી અને સ્પર્ધામાં ભાગ લીધો તો મને ખબર છે કે હું ખરાબ પ્રદર્શન કરવા જઇ રહી છું. આ ઉપરાંત ઘણાં અભ્યાસોમાં પણ જણાયું છે કે કસરતથી પણ યાદશક્તિ વધે છે. માટે નિયમિત વ્યાયામ કરો.
મજેદાર પ્રયાસના રૂપે જુઓ: કેટી કહે છે આ આખી પ્રક્રિયાને મજેદાર અને રચનાત્મક પ્રયાસના રૂપમાં જુઓ. મેમરી પેલેસ ટેક્નીક એક વાર્તા સંભળાવવા જેવું છે. આમાં તમે પોતાના ઓળખિતા અને દોસ્તોનું ચરિત્ર ઘડી શકો છો. આને એક કામના રૂપમાં ન જુઓ. તેનો આનંદ મેળવો.