આ વખતે ગુરુ પૂર્ણિમા 10 જુલાઇએ ઉજવવામાં આવશે. હિન્દુ પંચાંગ અનુસાર, દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથીએ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. આ દિવસે અમુક ચીજો ઘરે લાવવી શુભ માનવામાં આવે છે..
ગુરુ પૂર્ણિમા
ગુરુ પૂર્ણિમાને અષાઢી પૂર્ણિમાના નામે પણ ઓળખવામાં આવે છે. બધી જ પૂર્ણિમામાંથી ગુરુ પૂર્ણિમા સૌથી વિશેષ હોય છે. આ દિવસે વેદોના જનક મહર્ષિ વેદ વ્યાસની સાથે સાથે શ્રીહરિ અને માતા લક્ષ્મીની પણ ઉપાસના કરવામાં આવે છે.
- Advertisement -
અષાઢ માસની પૂર્ણિમા
માનવામાં આવે છે કે અષાઢ માસની પૂર્ણિમાના દિવસે વેદોના રચયિતા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો, એટલા માટે આને વ્યાસ પૂર્ણિમાના નામે પણ ઓળખવામાં આવે છે.
સ્નાન-દાન
વર્ષમાં જેટલી પણ પૂર્ણિમા આવે છે તે બધામાં સ્નાન-દાન કરવાનું ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. ત્યારે, ગુરુ પૂર્ણિમાના દિવસે અમુક ધન સંબંધિત ચીજો ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ભગવદ્ ગીતા
ગુરુ પૂર્ણિમાના મોકા પર પવિત્ર ભગવદ્ ગીતા જરૂરથી ઘરે લાવો. આના પાઠથી જીવનની તમામ પરેશાનીઓથી છુટકારો મળશે અને મનને શાંતિ મળે છે.
- Advertisement -
શ્રીયંત્ર
એવી માન્યતા છે કે શ્રી યંત્રમાં ધનની દેવી મા લક્ષ્મીનો નિવાસ હોય છે, જેનાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે.
લાફિંગ બુદ્ધા
માનવામાં આવે છે કે લાફિંગ બુદ્ધા ખુશી અને એશ્વર્યનું પ્રતિક છે, જેનાથી તમામ નકારાત્મક ઊર્જાઓ સમાપ્ત થઈ જાય છે.
શંખ
પૂજા દરમિયાન શંખમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુને અર્પિત કરવાથી તમારી પૂજામાં વિશેષ મહત્વ અને આધ્યાત્મિક ઉર્જા જોડાઈ શકે છે.




