ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દરેક શાળા ખાતે પ્રવેશઉત્સવ ઉજવાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
રહી સરકાર દ્વારા દરેક બાળકનું ભવિષ્ય શિક્ષણ ક્ષેત્રે ઊજળું બને તે માટે સરકારી સ્કૂલોમાં શાળા પ્રવેશઉત્સવ ઉજવાય છે ત્યારે આ વર્ષે પણ દર વર્ષની માફક સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચમધ્મિક શાળા ખાતે બાળકોનો પ્રવેશઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જિલ્લાની તમામ સરકારી સ્કૂલોમાં ત્રણ દિવસીય શાળા પ્રવેશઉત્સવ ઊજવામાં આવ્યો હતો જેમાં શિક્ષણ વિભાગના ઉચ્ચાધિકારીઓ, રાજકીય આગેવાનો ધારાસભ્યો, સામાજિક આગેવાનો સહિતની હાજરીમાં બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. શાળામાં પ્રવેશ કરતા તમામ બાળકોને શિક્ષણ કીટ આપી વધાવ્યા હતા અને તેઓના ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છા પણ પાઠવી હતી. જ્યારે શાળા પ્રવેશઉત્સવ કાર્યક્રમ થકી દરેક બાળક અને ટેકના વાળીને પ્રોત્સાહન મળે અને રાજ્યનું એકપણ બાળક શિક્ષણથી વંચિત રહે નહીં તેવા હેતુથી દર વર્ષે કાર્યક્રમ ઉજવાય છે.