બિહાર પૂલ કાંડ, અધિકારી-કોન્ટ્રાક્ટરોની મિલીભગત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
તારીખ યાદ રાખો ! 18 જૂન 2024.અરરિયા જિલ્લાથી પુલો ધરાશાયી થવાનો સિલસિલો શરૂ થયા બાદ હવે મોતિહારી, મધુબનીથી લઇને સારણ-સિવાન જિલ્લા સુધી પહોંચી ગયો છે. જાણે કે રેતીની દીવાલથી બનેલા હોય તે રીતે પુલ તૂટી રહ્યા છે. જેનું મોટું કારણ ભ્રષ્ટાચાર અને બેદરકારી છે. કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવાની નિયત અને ગુણવત્તાને બદલે ખર્ચને આધારિત પુલના નિર્માણની નીતિથી એક પછી એક પુલ ધરાશાયી થઇ રહ્યાં છે. સારણ-સિવાનની નહેરો પર બનેલા 20-30 વર્ષ જૂના પુલ તો લાપરવાહીને કારણે જ તૂટ્યા છે. પુલના નિર્માણ સાથે જોડાયેલા નિષ્ણાતોનો પણ આ જ મત છે. પરંતુ ગ્રામીણ બાબતોના વિભાગના અરરિયા, મધુબની અને મોતિહારીના 3 નિર્માણાધીન પુલ સુપરવિઝનનો અભાવ, ખરાબ ગુણવત્તા અને ખર્ચ આધારિત નિર્માણની ખોટી નીતિને કારણે ધરાશાયી થયા છે. વરસાદમાં નદી-નહેરો પર 15 જૂન બાદથી પુલના નિર્માણ પર રોક હોવા છતાં કામ જારી રહ્યું હતું. આ એન્જિનિયરો-કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠનું સાબિત થયેલું દ્રષ્ટાંત છે. ભ્રષ્ટાચારનો પણ ઇનકાર કરી શકાય નહીં.
- Advertisement -
ભ્રષ્ટાચાર 40 મીટરને બદલે 20 મીટરનું જ પાયલિંગ
દિલ્હી અને હૈદરાબાદની ઇન્ડિયન રિસર્ચ કંટ્રોલ ટીમના તપાસ રિપોર્ટમાં ખુલાસો થયો કે પુલના પિલરનું પાયલિંગ 40 મીટર નહીં, 20 મીટર જ હતું. બકરા નદીનું વહેણ ત્રીજી વાર બદલાયું ત્યારે પુલની લંબાઇ પણ વધી. ત્રીજા પુલના પાયાનું પાયલિંગ 20 મીટર જ કરાયું હતું. જેનો હિસ્સો જ ધરાશાયી થયો.
મિલીભગત 15 જૂન બાદ કામ પર રોક છતાં કરાયું કર્યું
પૂર્વી ચંપારણના ઘોડાસહન બલાન ચોકથી કુંડવા ચેનપુર મુખ્ય પથ પર અમવા ગામની પાસે સરેહી નાલા પર કલ્વર્ટના બે સ્પેનનું કાસ્ટિંગ 22 જૂનના કરાયું હતું. જ્યારે 15 જૂન બાદ પુલ નિર્માણ રોકવાનો સ્પષ્ટ નિર્દેશ છે. અધિકારી-કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠને કારણે કામ રોકાયું ન હતું.
પુલનું ગાર્ડર નિર્માણના ત્રીજા જ દિવસે પડી ગયું
મધુબની જિલ્લાના ભેજામાં ભૂતહી બલાનના નિર્માણાધીન પુલનું ગાર્ડર નિર્માણના ત્રીજા જ દિવસે પડી ગયું હતું. તે અધિકારી-કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠનું પ્રમાણ છે. 15 જૂન બાદ કામ પર રોક છતાં કામ ચાલુ રહ્યું હતું. નદીમાં પાણી વધતા જ સેન્ટરિંગ તણાઈ ગયું હતું. ગાર્ડર પણ પડી ગયું હતું.
- Advertisement -
બકરા નદી પુલ
ખર્ચ: 7.51 કરોડ
ચુકવણી: 6.50 કરોડ
કોન્ટ્રાક્ટર: સિરાજુલ
ઘોડાસહનનો પુલ
ખર્ચ: 1.60 કરોડ
ચુકવણી: કંઇ નહીં
કોન્ટ્રાકટર: ધીરેન્દ્ર ક્ધસ્ટ્રક્શન
ભૂતહી બલાનનો પુલ
ખર્ચ: 3.21 કરોડ
ચુકવણી: 1.61 કરોડ
કોન્ટ્રાક્ટર: અમરકાંત ઝા
નિષ્ણાતના મતે પુલ ધરાશાયી થવાનાં આ રહ્યાં 8 મોટાં કારણ
1 ગુણવત્તા આધારિત નહીં, ખર્ચ આધારિત નિર્માણ એટલે કે ઓછામાં ઓછા ખર્ચે નિર્માણ કરવાની નીતિ
2 એન્જિનિયર-કોન્ટ્રાક્ટરની મિલીભગતથી પાઇલની ઊંડાઇ નિશ્ચિત પ્રમાણથી ઘટી રહી છે. તૂટવાનો ખતરો.
3 ગેરકાયદે રેતીના ખનનને કારણે પિલરની પાસે રેતી ઘટવાથી તે નબળા પડી રહ્યા છે. પાણીનું દબાણ સહન કરવા માટે સક્ષમ નથી.
4 નદીનો કાંપ કાઢવામાં આવતો નથી. તેને કારણે પાયા પર વરસાદમાં દબાણ વધવાથી તૂટવાનો ખતરો વધે છે.
5 છઊઘ , જળ સંસાધનમાં પુલ માટે અલગ વિંગ નથી.
6 પહેલાં એક પુલની જવાબદારી એક જેઇની હતી. હવે 3-4 પુલ પર એક જ જેઇ છે. સુપરવિઝન ઠીક નથી.
7 રાજ્યમાં અનેક 10 ટનથી વધુ ક્ષમતાવાળા ટ્રક પુલ પરથી પસાર થઇ રહ્યા છે. જ્યારે આ પુલોની ભાર વહન કરવાની ક્ષમતા 8-10 ટનની આસપાસ જ છે.
8 પહેલાના પુલ ઇંટોથી બનતા હતા. તે આર્ચ આધારિત પુલ છે. હવે તેની ભાર સહન કરવાની ક્ષમતા ઘટી ગઇ છે.