ગોંડલ રોડ તથા જામનગર રોડ તરફના માર્ગોમાં વાહનો માટે ટ્રાફિક ડાઈવર્ઝનનો રૂટ અમલી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં કટારીયા ચોકડી વિસ્તારમાં બ્રિજ બનાવવાના કામને પગલે ગોંડલ રોડ તથા જામનગર રોડ તરફના માર્ગોમાં ટ્રાફિક ડાઈવર્ઝન રૂટ અમલમાં મુકવામાં આવ્યો છે. બ્રિજના બાંધકામના કામને કારણે કટારીયા ચોકડી ખાતે ગોંડલ રોડથી જામનગર રોડ તરફ તથા જામનગર રોડથી ગોંડલ રોડ તરફ જતો રીંગ રોડ હાલ પૂરતો બંધ રાખવામાં આવ્યો છે. ટ્રાફિકની સુગમતા જળવાઈ રહે તે માટે બંને દિશાના વાહનો માટે ડાઈવર્ઝન રૂટ શરૂ કરેલ છે, જે મુજબ વાહનોને વૈકલ્પિક માર્ગ દ્વારા પસાર થવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે કાલાવડ રોડ થી મેટોડા જતો માર્ગ હાલ પૂરતો ચાલુ રાખવામાં આવ્યો છે, જેથી તે દિશામાં આવતા-જતા વાહન ચાલકોને મુશ્કેલી ન પડે.
- Advertisement -
1. એકવાકોરલથી પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસથી જીનિયસ સ્કુલથી કાલાવડ રોડથી કોસ્મોપ્લેક્ષ સિનેમા પહેલા સેરેનીટી ગાર્ડનવાળા રસ્તાથી કોનપ્લેક્ષ સિનેમા થઈ 150 ફુટ રીંગ રોડ-2
2. 150 ફૂટ રીંગ-2 થઈ એલેકઝીર રોડથી ગ્રીન ફિલ્ડ ગાર્ડનવાળા રસ્તાથી કાલાવડ રોડથી કોરાટવાડી મેઇન રોડ ધ વાઇબ રોડ – 150 ફુટ રીંગ રોડ-2
3. (આવવા તથા જવા માટે) – (ભારે તથા ઇન્ડસ્ટ્રીયલ વાહન માટે) 150 ફુટ રીંગ રોડ-રથી રત્નવિલાસ પેલેસવાળા રસ્તા થઇ કાલાવડ રોડ – કણકોટ ચોકડીથી વીર-વીરૂ તળાવ 24 મીટરવાળા રસ્તે થઇ 150 ફુટ રીંગ રોડ- 2



