રણકાંઠા વિસ્તારના આઠથી વધુ ગામોના રહીશોને હાલાકી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
ધ્રાંગધ્રા પંથકના રણકાંઠા વિસ્તારના ગામો તરફ જવા માટે જર્જરિત બ્રિજને છેલ્લા ત્રણેક મહિનાથી બંધ કરવામાં આવ્યો છે. જેના સામે નર્મદા કેનાલ પરથી ડ્રાઈવર્જન આપવામાં આવ્યો છે આ ત્રણ કિલોમીટરની ડ્રાઈવર્જન વરસાદને લીધે પણ ધોવાયો છે જેના લીધે કુડા, કોપરણી, એંજાર, વિરેન્દ્રગઢ, જેસડા સહિત રણકાંઠાના ગામડાઓમાં વસવાટ કરતા ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે. આગાઉ પણ જર્જરિત બ્રિજને બંધ કરવાથી ધ્રાંગધ્રા તરફ આવતા ગ્રામજનોને ત્રણ કિલોમીટર સુધી ખખડધજ ડ્રાઈવર્જન પરથી પસાર થવું પડતું હતી અને હવે વરસાદના લીધે આ ડ્રાઈવર્જન ધોવાઈ જતા માટી અને કાદવ કીચડમાંથી પસાર થવું પડે છે આ તરફ છેલ્લા ત્રણેક મહિનાથી તંત્ર દ્વારા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે પરંતુ આજદિન સુધી બ્રીજની કોઈ કામગીરી શરૂ કરી નથી જેના આગામી સમયમાં મીઠાની સિઝન શરૂ થતા રણકાંઠામાં ઉત્પાદન થતા મીઠા ઉધોગને પણ ફટકો પાડવાની શક્યતા સેવાઈ રહી છે.



