વૈકલ્પિક-કામચલાઉ પુલ બનાવવા યુદ્ધના ધોરણે કામગીરી
ભારતની ચીનની સીમાને જોડતો મલારી બ્રીજ મોડીરાત્રે એકાએક ધરાશાયી થતા ભારતીય સેના તથા સ્થાનિક ગ્રામીણો સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. આ દુર્ઘટનાને પગલે વિવિધ એજન્સીઓના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
- Advertisement -
ચીન સીમા સુધી પહોંચવા માટે મલારી હાઈવે જ મુખ્ય હતો. કૈલાશપુર, મેહરગાંવ, ફરકીયા, બાપા, ગમશાલી, નીતી સહિતના સરહદી ગામે તથા ત્યાના લોકોનો સંપર્ક કપાયો હતો. અવરજવર જ ઠપ્પ થઈ ગઈ હતી. સરહદી માર્ગ સંગઠન દ્વારા યુદ્ધના ધોરણે કામચલાઉ માર્ગ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મલારીથી અઢી કિલોમીટર આગળ આઈટીબીપીના બેસ કેમ્પ બુરાંસ પાસે ધૌલી ગંગા પર બનાવાયેલા આ વૈલીબ્રીજ પરથી સામાન ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો
તે વખતે જ બ્રિજ ધરાશાયી થયો હતો. ટ્રક પણ નદીમાં ખાબકયો હતો. પરિણામે ચીન સીમાને જોડતો જોશીમઠ-મલારી-નીતિ માર્ગ સંપૂર્ણ બાધિત થયો હતો. અવરજવર ઠપ્પ થતા સરહદના જવાનો તથા ગ્રામ્ય લોકો સાથેનો સંપર્ક કપાયો હતો. હાલ મલારીથી નીતી વચ્ચે ડબલ લોનનું કામ ચાલી રહ્યું છે અને ટ્રક પણ તે કામગીરીમાં જ સામેલ હતો. સૈન્યના પ્રવકતાએ કહ્યું કે કામચલાઉ વૈકલ્પિક પુલના નિર્માણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બે દિવસમાં તૈયારી થઈ જશે.