બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેનું 82 વર્ષની વયે નિધન થયું છે. જેની ખુદ પેલેની પુત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને પિતાના નિધનની જાણકારી આપી.
1958, 1962 અને 1970માં રમતની સૌથી પ્રતિષ્ઠિત ટ્રોફી FIFA વર્લ્ડકપ જીતીને ત્રણ વાર વર્લ્ડકપ જીતનાર એડસન એરાંતેસ ડો નૈસિમેન્ટો (પેલે) એકમાત્ર ખેલાડી છે. તમને જણાવી દઇએ કે, પેલે છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલમાં જીવન-મરણની જંગ લડી રહ્યાં હતા ત્યારે તેઓએ આજે અંતિમ શ્વાસ લીધા હતા. મહાન ફૂટબોલર પેલેને આંતરડાનું કેન્સર હતું. એટલું જ નહીં તેઓની કિડની અને હૃદય પણ ધીમે ધીમે અસરગ્રસ્ત થઈ ગયું હતું.
- Advertisement -
A inspiração e o amor marcaram a jornada de Rei Pelé, que faleceu no dia de hoje.
Amor, amor e amor, para sempre.
.
Inspiration and love marked the journey of King Pelé, who peacefully passed away today.
Love, love and love, forever. pic.twitter.com/CP9syIdL3i
- Advertisement -
— Pelé (@Pele) December 29, 2022
પેલેની દીકરી કેલી ક્રિસ્ટિના નૈસિમેન્ટોએ પોતાના પિતાના મૃત્યુ બાદ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં પેલેના પરિવારના લોકો તેમને અંતિમ વિદાય આપતા જોવા મળે છે. આ તસવીરમાં પેલે હોસ્પિટલના પલંગ પર છે. કેલીએ તસવીર સાથે કેપ્શન કરતા લખ્યું હતું કે, અમે તમને હંમેશા પ્રેમ કરીશું. તમે અત્યાર સુધી અમારા માટે જે કંઈ કર્યું છે તેના માટે આભારી.
અત્રે નોંધનીય છે કે, પેલેને ગયા મહિને 29 નવેમ્બરે સાઓ પાઉલોની આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોસ્પિટલમાં શ્વસન ચેપ અને કીમોથેરાપીની સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. તાજેતરના વર્ષોમાં તેમને કરોડરજ્જુ, હિપ, ઘૂંટણ અને કિડની સહિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમના મૃત્યુ બાદ પરિવારે પેલેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક નિવેદન જાહેર કર્યું છે.
The king of football has left us but his legacy will never be forgotten.
RIP KING 💔👑… pic.twitter.com/F55PrcM2Ud
— Kylian Mbappé (@KMbappe) December 29, 2022
પેલેએ બ્રાઝિલને ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું
પેલે બ્રાઝિલની ટીમમાંથી રમીને ત્રણ વખત ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન રહ્યાં છે. એક બાદ એક 1958, 1962 અને બાદમાં છેલ્લી વખત 1970માં વર્લ્ડકપ વિજેતા ટીમનો તેઓ હિસ્સો રહ્યાં હતા. પેલે કુલ 4 વર્લ્ડકપ ખેલ્યા હતા. જેમાંથી તેઓ ત્રણ જીત્યા હતા અને અત્યાર સુધી સૌથી વધુ વખત વર્લ્ડકપ જીતવાનો રેકોર્ડ પણ તેમના નામે જ છે. તેઓએ 1971માં બ્રાઝિલ નેશનલ ટીમમાંથી નિવૃત્તિ લીધી હતી.