61 કેસ, 19નાં મોત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
કેરળમાં એક ભયાનક બિમારી ફેલાઈ રહી છે, જેના નાના બાળકથી લઈને વૃદ્ધો ઝપેટમાં આવી રહ્યા છે. આ બિમારીનું નામ ‘પ્રાઈમરી અમીબિક મેનિન્જોએન્સેફાલાઈટિસ’ (ઙઅખ) છે, જેના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ બિમારીને સામાન્ય રીતે ‘મગજ ખાઈ જતી અમીબા’ તરીકે ઓળખવામાં આવે છે. આ એક મગજનો ચેપ છે, જે નેગલેરિયા ફાઉલેરી નામના અમીબાથી થાય છે અને તેનો મૃત્યુદર ઘણો ઊંચો છે.
આ વર્ષે કેરળમાં ઙઅખના 61 કેસ નોંધાયા છે, જેમાં 19 લોકોનાં મૃત્યુ થયાં છે. આ આંકડાએ આરોગ્ય અધિકારીઓને દોડતા કરી દીધા છે. આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે, અમારું રાજ્ય એક ગંભીર જાહેર આરોગ્ય પડકારનો સામનો કરી રહ્યું છે. આમ તો આ ચેપ અગાઉ કોઝિકોડ અને મલપ્પુરમ જેવા જિલ્લાઓ પૂરતો મર્યાદિત હતો, જોકે હવે તે રાજ્યભરમાં ફેલાઈ રહ્યો છે.
કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે સ્થિર પાણીના સંપર્કમાં આવનારાઓ સૌથી વધુ જોખમમાં છે, પરંતુ સરકાર આની અવગણના કરી રહી છે. તેમણે કમળો, ડેન્ગ્યુ, લેપ્ટોસ્પાયરોસિસ, ટાઇફોઇડ અને ઝાડાના વધતા જતા કેસ તરફ પણ ધ્યાન દોર્યું હતું. તેમણે આ પરિસ્થિતિને જાહેર આરોગ્ય વ્યવસ્થાપનના પતન તરીકે વર્ણવી હતી.
પ્રાથમિક એમોબિક મેનિન્ગો એન્સેફાલીટીસ દુર્લભ છે. વૈશ્ર્વિક સ્તરે, અત્યાર સુધીમાં 500 થી ઓછા કેસ નોંધાયા છે. તેમ છતાં, કેરળમાં 120 થી વધુ કેસ નોંધાયા છે, જેમાંથી 68 આ વર્ષે બન્યા છે. ચેપ ત્યારે થાય છે જ્યારે દૂષિત મીઠા પાણી નાકમાં પ્રવેશ કરે છે, જેના કારણે અમીબા સાઇનસ દ્વારા મગજમાં જાય છે અને પેશીઓનો નાશ કરે છે.
કોંગ્રેસના વીડી સતીસને આકરા પ્રહારો કર્યા, કહ્યું કે 15 દિવસમાં આઠ લોકો મૃત્યુ પામ્યા છે. પ્રોટોકોલ શું છે? લોકોએ શું કરવું જોઈએ? એક બાળક પણ ચેપગ્રસ્ત હતું – શું તે બાળક સ્વિમિંગ પુલમાં હતું? આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે ડેટાનો જવાબ આપતાં આરોપોને બદનક્ષીભર્યા ગણાવ્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આરોગ્ય ક્ષેત્રને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ દાવો કરે છે કે સરકારી હોસ્પિટલોની બહાર સારવાર સસ્તી છે. તેઓ કોને મદદ કરી રહ્યા છે?
સતીસને જ્યોર્જ પર જવાબદારી ટાળવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે કેરળની આરોગ્ય સ્થિતિ વેન્ટિલેટર પર છે, છતાં મંત્રી જૂના ડેટા પાછળ છુપાઈ રહ્યા છે. 2016-17માં પ્રતિ વ્યક્તિ આરોગ્ય ખર્ચ રૂા.5,419 થી વધીને રૂા. 7,889 થયો. પગલાં લેવાને બદલે, રાજ્ય સરકાર જીવ ગુમાવ્યા પછી જ પ્રતિક્રિયા આપે છે.
કેરળમાં આ ચેપનો પ્રથમ કેસ 2016માં નોંધાયો હતો અને 2023 સુધી કુલ આઠ કેસ હતા. જ્યારે 2024માં 36 કેસ અને નવ મોત થયા હતા, જ્યારે 2025માં અત્યાર સુધીમાં 61 કેસ અને 19 મોત નોંધાયા છે. કેરળનું આરોગ્ય વિભાગ અમીબા સંક્રમણને અટકાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે અને સંક્રમણની ઓળખ કરવા માટે પાણીના નમૂનાઓ પણ લેવામાં આવી રહ્યા છે.
પ્રાઈમરી અમીબિક મેનિન્જોએન્સેફાલાઈટિસ કેવી રીતે ફેલાય છે?
આ ચેપ ગરમ, સ્થિર અને મીઠા પાણીમાં હોય છે, જેમ કે તળાવો, નદીઓ, ગરમ ઝરણાં, અને ક્લોરિનયુક્ત સ્વિમિંગ પુલમાં. દૂષિત પાણી નાકથી શરીરમાં પ્રવેશે, ત્યારે ચેપની અસર શરૂ થાય છે. અમીબા ચેપ નાકમાંથી શરીરમાં ગયા બાદ મગજ સુધી પહોંચે છે અને મગજની પેશીઓનો નુકસાન કરવાનું શરૂ કરે છે, જેના પરિણામે મગજમાં ગંભીર સોજો સહિતની ગંભીર અસરો ઉભી થાય છે. આ ચેપ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી.
ચેપના લક્ષણો
ચેપના લક્ષણો સામાન્ય રીતે ચેપ લાગ્યાના એકથી નવ દિવસની અંદર દેખાય છે અને ખૂબ ઝડપથી ફેલાય છે. પ્રારંભિક લક્ષણોમાં તીવ્ર માથાનો દુખાવો, તાવ, ઉબકા અને ઊલટી, ગરદન જકડાઈ જવી, ગંધ અને સ્વાદ પારખવામાં ફેરફાર જેવી અસરો વર્તાય છે. આ રોગથી બચવા સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે.



