વેપારી પાસેથી 30 લાખનું સોનું પડાવી લીધું હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને સોનીકામ કરતા અશ્વિનભાઇએ લીંબડીમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધાની ઘટનામાં લીંબડી પોલીસમાં ચાર વેપારી સામે ફરિયાદ નોંધાયા બાદ મૃતકના પરિવારજનોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના બે કર્મચારી સામે 30 લાખનું સોનું પડાવી લીધાન ગંભીર આક્ષેપો કર્યા બાદ આ આક્ષેપને પગલે ખાતાકીય તપાસનો હુકમ કરવામાં આવ્યો હતો અને બંને પોલીસમેન કિશન આહીર અને ભગીરથસિહ ઝાલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને હવે બંનેની જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવતા પોલીસબેડામાં સોપો પડી ગયો હતો.
અરજીના આધારે હેડ કોન્સ્ટેબલ કિશન આહીરએ અશ્વિનભાઇ અને તેના પુત્ર હિરેનને પોલીસ મથકે ઉઠાવી ગયા હતા અને ત્યાં પિતા-પુત્ર પર હેડ કોન્સ્ટેબલ કિશન આહીર અને કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલાએ મારકૂટ કરી પિતા-પુત્ર પાસેથી રૂ.30 લાખનું સોનું પડાવી લીધું હતું. 30 લાખનું સોનું પડાવી લેવાના ગંભીર આક્ષેપને પગલે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ અઠવાડિયા પહેલા કિશન આહીર અને ભગીરથસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દીધા હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિશન આહીરની નર્મદા જિલ્લામાં તેમજ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલાની પંચમહાલ જિલ્લામાં બદલી કરી દેવાઇ છે.