કારની ટક્કર એટલી જોરદાર હતી કે, કાર પડીકું વળી ગઈ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં ગઈકાલ રાત્રીના સમયે આગાખાન હોસ્ટેલ પાસે કાર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા કાર ચાલક અમીત સીતાપરાએ સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર થાંભલા સાથે ધડાકા ભેર અથડાઈ હતી અને કાર પડીકું વળી ગઈ હતી આ અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થયા હતા અને રીક્ષા ચાલક મુળુભાઈ ગોગનભાઈ ચાવડાને પગમાં ઇજા પોહચી હતી જયારે કાર ચાલકને માથાના ભાગે ઇજા થતા બંનેને 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ સી.ડિવિઝન પોલીસને થતા ઘટના સ્થળે પોહચી હતી અને આગળની કાર્યવાહી હાથધરી હતી.