ઓનલાઇન સર્વેમાં 1945 પછીના બ્રિટનના વડાપ્રધાનોને રેટિંગ આપવા જણાવવામાં આવ્યું હતું
62 ટકાના મતે વિન્સ્ટર ચર્ચિલ સૌથી સારા વડાપ્રધાન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
બ્રિટનની પ્રજાએ એક સર્વેમાં ટૂંક સમયમાં જ વડાપ્રધાનનું પદ છોડનારા બોરિસ જોહ્નસનને યુદ્ધ પછી સૌથી ખરાબ દેખાવ કરનાર વડાપ્રધાન ગણાવ્યા છે.
ઇપસોસના ઓનલાઇન સર્વેમાં 1111 લોકોએ ભાગ લીધો હતો. આ ઓનલાઇન સર્વેમાં 1945 પછી બ્રિટનના વડાપ્રધાનોને રેટિંગ આપવા જણાવવામાં આવ્યું હતું.
સર્વેમાં ભાગ લેનારા 49 ટકા લોકોએ જણાવ્યું હતું કે જોહ્નસને વડાપ્રધાન તરીકે ખરાબ કામ કર્યુ છે. 41 ટકા લોકોએ થેરેસા મેને સૌથી ખરાબ વડાપ્રધાન ગણાવ્યા હતાં. 38 ટકા લોેકોના મતે ડેવિડ કેમરૂન સૌથી ખરાબ વડાપ્રધાન હતાં.
62 ટકા લોકોના મતે વિન્સટ્ન ચર્ચીલ સૌથી સારા વડાપ્રધાન હતાં. 43 ટકા લોકોનાં મતે માર્ગેટ થેચર સૌથી સારા વડાપ્રધાન હતાં. 36 ટકા લોકોનાં મતે ટોની બ્લેઅર સૌથી સારા વડાપ્રધાન હતાં. જોહ્નસન પોતાના વડાપ્રધાન પદના છેલ્લા દિવસોેમાં પરમાણુ ઉર્જાને સસ્તી અને સ્વચ્છ બનાવવા પર ભાર મૂકી રહ્યાં છે.તેમણે વિરોધ પક્ષની ટીકા કરતા જણાવ્યું હતું કે લેબર સરકારે 13 વર્ષોમાં પરમાણુ ઉદ્યોગને વિકસિત કરવા માટે કંઇ પણ કર્યુ નથી.