પાર્સલની આડમાં 6996 બોટલ દારૂ મહારાષ્ટ્રથી જૂનાગઢ પહોંચી ગયો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં દારૂ ઘુસાડવાનું બુટલેગરનો બદઇરાદો જૂનાગઢ એલસીબીએ નિષ્ફળ બનાવ્યો છે. પાર્સલની આડમાં આવેલ 6996 બોટલ દારૂ કિંમત રૂપિયા 9.60 લાખનો પોલીસે ઝડપી લીધો હતો. તેમજ પોલીસે કુલ 16.90 લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની મળતી વિગત મુજબ રાજકોટ તરફથી આવતા ટ્રકમાં દારૂ હોવાની બાતમી મળી હતી.
- Advertisement -
જેના પગલે એસપી રવિ તેજા વાસમસેટ્ટીની સુચનાથી એલીસીબી પીઆઇ એચ.આઇ. ભાટી અને એલસીબી સ્ટાફે ગત મોડી રાત્રે સરગવાડાના પાટીયા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ટ્રક આવતા તેને રોકયો હતો. પરંતુ તેના ચાલકે ટ્રક રોકયો ન હતો. અને ભગાવી મુકયો હતો. એલસીબીના સ્ટાફે તેનો પીછો કરી ટ્રક આડે વાહન રાખી રોકી તપાસ કરતા હેરફેર માટે પાર્સલની આડમાં દારૂની બોટલ મળી આવી હતી. ગણતરી કરતા 9.60 લાખની કિંમતની કુલ 6996 બોટલ દારૂ મળી આવ્યો હતો. હાલ મહારાષ્ટ્રના ભાયંદરમાં રહેતા મુલાયમસિંહ રાજબહાદુર યાદવ અને દમણના દીપેન્દ્ર ઠાકુર પટેલને પકડી પુછપરછ કરતા આ દારૂ જયપુરના અતુલ કૌશિકે ભીવંડીથી ભરાવ્યો હતો. અને જૂનાગડના સાજીદ અનવર પઠાણને મંગાવ્યો હતો. દમણના રાહુલ પ્રેમજી જેઠવા, બિપિન છગન રાઠોડ, અને આદિત્ય કાંતિ પટેલ બે દિવસ વડાલ નજીક આવેલી હોટલમાં રોકાયા હતા. અને નંબરપ્લેટ વગરની કારમાં ટ્રક જૂનાગઢ આવ્યો તેનું પાયલોટીંગ કર્યું હતું. એલસીબીએ આ બંનેને પકડી ટ્રક, બોગસ બીલટી, આધારકાર્ડ,ચૂટણીકાર્ડ,બેન્ક પાસબુક મળી કુલ 16.90 લાખનો મુદામાલ કબ્જે કયો હતો. આ અંગે એલસીબીના હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ ડાભીએ ફરિયાદ કરતા તાલુકા પોલીસે ગુનો દાખલ કયો હતો.