ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
લોકસભા ચૂંટણી અંતર્ગત દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ડીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ જે હુણ અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે રૈયા રોડ ઉપર સમન્વય સોસાયટીમાં દરોડો પાડ્યો હતો જેમાં રણુંજાનગરનો મનીષ રસિકભાઈ સાંચલા અને પારસ ઉર્ફે રાજેશ સુભાસભાઈ વાળા 99,908 રૂપિયાના દારૂ સાથે ઝડપાઇ જતાં બંનેને સકંજામાં લઈ પૂછતાછ કરતાં નિખિલ કોટેચા નામના શખસનું નામ ખૂલતાં ત્રણેય વિરુઘ્ધ ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ કરી નિખિલની શોધખોળ હાથ ધરી છે.