એમપીથી લાવ્યાની કબૂલાત: 2.85 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી પીસીબી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે પીસીબીની ટીમે ગત રાત્રે બાતમી આધારે કેકેવી ચોક બ્રિજ નીચે દરોડો પાડી પાર્કિંગમાંથી 1,34,692 રૂપિયાનો દારૂ ભરેલી કાર સાથે બુટલેગરની ધરપકડ કરી પૂછતાછ કરતા એમપી બોર્ડરથી લાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે 2,84,692 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયાની સૂચના અન્વયે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ જે હુણ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન વિજયભાઈ મેતા અને યુવરાજસિંહ રાણાને મળેલી બાતમી આધારે કાલાવડ રોડ ઉપર કેકેવી ચોક બ્રિજ નીચે દરોડો પાડ્યો હતો પોલીસે કાર કોર્ડન કરી જડતી લેતા કારમાંથી જુદી જુદી બ્રાન્ડનો 1,34,692 રૂપિયાનો 88 બોટલ દારૂ મળી આવતા કારમાં બેઠેલા શખ્સનું નામઠામ પૂછતાં પોતે દૂધસાગર રોડ ઉપ્પર શક્તિ સોસાયટીમાં રહેતો પરેશ ભરતભાઈ જોગી ઉ.38 હોવાનું જણાવતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી 2,84,692 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે પોલીસની પ્રાથમિક પૂછતાછમાં પોતે એમપી બોર્ડરથી દારૂનો જથ્થો લાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.



