જમીયતની બેઠકમાં બ્લાસ્ટ થયો, 200થી વધુ ઈજાગ્રસ્ત
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાંના બાજૌર વિસ્તારમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (ઉંઞઈં-ઋ)ની બેઠકમાં ભંયકર બોમ્બ વિસ્ફોટ થયો છે. જેનાથી વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઇ હતી. મળતી માહિતી અનુસાર 50 લોકોના મોત થયા છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ ઉંઞઈં-ઋ કાર્યકર સંમેલનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ બોમ્બ વિસ્ફોટને લઈને ઉંઞઈં-ઋ પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને વડાપ્રધાન શાહબાઝ શરીફ અને રાજ્યના મુખ્યમંત્રી આઝમ ખાનને ઘટનાની તપાસ કરવાની માંગ કરી છે. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને હોસ્પિટલમાં રક્તદાન કરવા માટે પણ આગ્રહ કર્યો છે. ફઝલે કહ્યું કે, ઉંઞઈં કાર્યકર્તાઓને શાંતિપૂર્ણ રહેવું જોઈએ અને ક્ષેત્રની સરકારોને ઈજાગ્રસ્તોને ઉચ્ચ સારવાર આપવી જોઈએ.
- Advertisement -
મહત્વનું છે કે, પોલીસ અને બચાવકર્મીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. સાથે જ પોલીસે પુરાવા એકત્ર કરવાનું શરૂૂ કરી દીધું છે. ત્યારે મુખ્યમંત્રી ખાને વિસ્ફોટની નિંદા કરી અને જિલ્લા તંત્ર પાસે રિપોર્ટ માંગ્યો. ખૈબર પખ્તૂનખ્વાના ગવર્નર હાઝી ગુલામ અલી, જે ઉંઞઈંઋના કેન્દ્રીય સભ્ય પણ છે, જેમણે મૃત્યુઆંકની પુષ્ટિ કરી.
આત્મઘાતી બૉમ્બ બ્લાસ્ટની શંકા
પોલીસે જણાવ્યું કે, ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી વધુ પડતા લોકોની હાલત ગંભીર જણાવાઈ રહી છે. વિસ્ફોટની પ્રકૃતિ તપાસવામાં આવી રહી છે. જોકે, પ્રાથમિક રિપોર્ટથી જાણ થાય છે કે, આ એક આત્મઘાતી વિસ્ફોટ હતો. ઘણી તસવીરોમાં જોવા મળે છે કે અનેક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.