શાહરૂખખાન સર્વશ્રેષ્ઠ અભિનેતા, રાની મુખરજી સર્વશ્રેષ્ઠ અભિનેત્રી: સર્વશ્રેષ્ઠ સપોર્ટિંગ એકટર – અનિલ કપૂર – એનિમલ: સર્વશ્રેષ્ઠ નિર્દેશક – વિદુ વિનોદ ચોપરા – 12વી ફેઈલ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.30
અબુધાબીમાં શનિવારે ‘આઈફા એવોર્ડ 2024’ સમારોહમાં ‘જવાન’ શાહરૂખ ખાનને સર્વશ્રેષ્ઠ અભિનેતા ‘મિસીસ ચેટરજી’ રાની મુખરજીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો. જયારે સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર એનિમલને મળ્યો હતો. ફિલ્મ ‘એનિમલ’માં નકારાત્મક ભૂમિકામાં સર્વશ્રેષ્ઠ ભૂમિકા માટે બોબી દેઓલને પુરસ્કાર મળ્યો છે. જયારે ફિલ્મ ‘જવાન’માં ઉત્કૃષ્ટ અભિનય માટે શાહરૂખખાનને એવોર્ડ મળ્યો છે. અન્ય વિજેતાઓની યાદી જોઈડી વાંગા, સર્વશ્રેષ્ઠ સપોર્ટીંગ અભિનેતા અનિલકપુર (એનિમલ) સર્વશ્રેષ્ઠ નિર્દેશક-વિધુ વિનોદ ચોપરા (12વી ફેઈલ), સર્વશ્રેષ્ઠ સપોર્ટીંગ અભિનેત્રી શબાના આઝમી (રોકી ઔર રાની કી પ્રેમ કહાની) સર્વશ્રેષ્ઠ સંગીત નિર્દેશક પ્રિતમ મનન ભારદ્વાજ, વિશાલ મિશ્રા અને અન્ય (એનિમલ) સર્વશ્રેષ્ઠ ગાયક ભૂપીન્દર બબ્બલ (એનિમલ) સર્વશ્રેષ્ઠ ગાયિકા (શિલ્પા રાવ) એનીમલ.