બોલિવૂડ સ્ટાર કેટરિના કૈફ પણ પ્રયાગરાજ પહોંચી છે, જ્યાં તે મહાકુંભનો અનુભવ કરશે. આ આધ્યાત્મિક યાત્રામાં તેની સાસુ પણ ગઇ છે. તેની પ્રથમ ઝલક બહાર આવી છે. વીડિઓ અહીં જુઓ
કેટરિના કૈફે શેર કર્યો અનુભવ
બોલિવૂડ સ્ટાર કેટરિના કૈફે સોમવારે પ્રયાગરાજમાં આધ્યાત્મિક યાત્રા શરૂ કરી હતી. તેમની મુલાકાત દરમિયાન, કેટરિના પરમાર્થ નિકેતન આશ્રમના પ્રમુખ સ્વામી ચિદાનંદ સરસ્વતીને મળી અને તેમના આશીર્વાદ લીધા. તેના અનુભવ વિશે વાત કરતા, તેણે તેની ખુશી અને વિચારો શેર કર્યા. આ પછી, તેણે સંગમ પર તેની સાસુ સાથે સ્નાન કર્યું અને પૂજામાં જોવા મળી હતી. તેની સાસુ વાદળી સૂટમાં પણ જોવા મળી હતી. કેટરિના કૈફ તેની સાસુ સાથેની તમામ ધાર્મિક પ્રવૃત્તિઓમાં સામેલ હતી.
- Advertisement -
કેટરીનાએ આ વાત કરી
મહાકુંભમાં સ્નાન પહેલા ANIની સાથે વાત કરતા કહ્યું હું બહું ભાગ્યશાળી છું,હું આ વખતે અહીં આવી શકી,હું વાસ્તવમાં ખુશ અને આભારી છુ.