સની દેઓલએ ટ્વીટ કરીને લખ્યું કે, આ ગર્વની ક્ષણ છે હિન્દુસ્તાન ઝિંદાબાદ હતો, છે અને રહેશે, ચંદ્ર પર ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગ બદલ ISROને અભિનંદન.
ચંદ્ર પર ભારતનો તિરંગો લહેરાઈ ચુક્યો છે. જે ખુશીના સમયની સૌ કોઈ ભારતવાસીઓ રાહ જોઈ રહ્યાં હતા તે સમય આવી ગયો છે. જેને લઈ સૌ દેશવાસી ખુશીથી ઉજવણી કરી રહ્યાં છે. બોલિવૂડના કેટલાક સિતારાઓ પણ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરી રહ્યાં છે. સની દેઓલ, અજય દેવગન, અક્ષય કુમાર સહિત ઘણા બધા ફિલ્મ સ્ટારોએ સોશિયલ મીડિયાના મારફતે અભિનંદન પાઠવ્યા છે.
- Advertisement -
અક્ષય કુમારે ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા
ચંદ્રયાન 3ની સફળતા પૂર્વક લેન્ડિગ પછી અક્ષય કુમારે એક ટ્વીટ કરી લખ્યું છે કે, કરોડો દિલ ઈસરોને અભિનંદન પાઠવી રહ્યાં છે. તમારાથી અમને ગર્વ અનુભવીએ છીએ. ભારત ચંદ્ર પર છે. આપણે ચંદ્ર ઉપર છીએ. અક્ષય કુમાર સિવાય સની દેઓલને પણ ગદ્દર વાળી સ્ટાઈલમાં શુભકામનાઓ પાઠવી છે.
A billion hearts saying THANK YOU @isro. You’ve made us so proud. Lucky to be watching India make history. India is on the moon, we are over the moon. #Chandrayaan3
— Akshay Kumar (@akshaykumar) August 23, 2023
- Advertisement -
‘હિન્દુસ્તાન ઝિંદાબાદ હતો, છે અને રહેશે’
સની દેઓલએ ટ્વીટ કરીને લખ્યું કે, આ ગર્વની ક્ષણ છે. હિન્દુસ્તાન ઝિંદાબાદ હતો, છે અને રહેશે. ચંદ્ર પર ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગ બદલ ISROને અભિનંદન. અજય દેવગનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. અજયે ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને લખ્યું છે કે, આ ક્ષણ જીવવા સન્માનની છે. તે ગર્વ અનુભવી રહ્યો તેમજ ઉત્સાહ છે. ભારત માતા કી જય
What a proud moment. #Hindustanzindabad tha hai or rahega
Congratulations to @ISRO on the successful soft landing of #Chandrayaan3 on the moon. A momentous feat in the history of India's space exploration. Proud!!!#Chandrayaan3Landing #chandrayaan_3 #ISRO #MoonMission pic.twitter.com/vzalkeJAOY
— Sunny Deol (@iamsunnydeol) August 23, 2023
‘ચાંદ તારે તોડ લાઉં’
શાહરૂખ ખાને ટ્વિટ કરીને લખ્યું ચાંદ તારે તોડ લાઉં… સમગ્ર દુનિયા મેળવી શકું. અમને ગૌરવ અપાવનાર તમામ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન.
Chaand Taare todh laoon….Saari Duniya par main chhaoon. Aaj india aur @isro chhaa gaya. Congratulations to all the scientists and engineers…the whole team which has made India so proud. Chandrayaan-3 has successfully
soft-landed on the moon. #Chandrayaan3 pic.twitter.com/yBJu9k7Q8a
— Shah Rukh Khan (@iamsrk) August 23, 2023
આર માધવને ટ્વીટ કર્યું
આર માધવને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ખુશી વ્યક્ત કરી છે અને શુભેચ્છા પાઠવી છે. માધવને સ્ક્રીન પર ઈસરોના વૈજ્ઞાનિકની ભૂમિકા પણ ભજવી છે. વર્ષ 2022માં તેમની ફિલ્મ રોકેટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટ આવી હતી જેમાં તેઓ વૈજ્ઞાનિક નામ્બી નારાયણના રોલમાં હતા.
View this post on Instagram
ફિલ્મ સ્ટાર્સે ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા
સની દેઓલ, અક્ષય કુમાર, અજય દેવગન સહિત અન્ય ઘણા ફિલ્મ સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન પાઠવ્યા છે. તેમાં શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, મીરા રાજપૂત, મલાઈકા અરોરા, રવિના ટંડન, સ્નેહા ઉલ્લાલ, અર્જુન બિજલાની, અનુપમ ખેર જેવા મોટા સ્ટાર્સ સામેલ છે. આ સ્ટાર્સની પોસ્ટ પર ફેન્સ પણ કોમેન્ટ કરીને અભિનંદન આપી રહ્યા છે.