ટચૂકડા પડદાથી લઈને બૉલીવુડ સુધી પોતાની ઓળખ બનાવનાર ગૌહર ખાને 2020માં પોતાના લૉન્ગ ટર્મ બૉયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ બાદ હવે ગૌહરખાનના ઘેર એક નાનકડા મહેમાન આવવાનો છે. ગૌહર ખાને આ સારા સમાચાર તેના સોશિયલ એકાઉન્ટ દ્વારા તેના ચાહકો સાથે શેર કર્યા છે. તેણે એક ક્યૂટ વીડિયો દ્વારા ફેન્સને ખુશખબર આપ્યાં છે જે પછી સોશિયલ મીડિયામાં તેની પર અભિનંદનનો મારો શરુ થયો હતો. ફેન્સની સાથે ઘણા સેલેબ્સ પણ ગૌહર ખાનને વિશ કરી રહ્યા છે.
Good News! Gauahar Khan, Zaid Darbar announce pregnancy
- Advertisement -
Read @ANI Story | https://t.co/22oSAtdjIs#GauaharKhan #ZaidDarbar #Bollywood pic.twitter.com/oR8QZqnEaJ
— ANI Digital (@ani_digital) December 20, 2022
- Advertisement -
ગૌહર ખાને એનિમેટેડ વીડિયો શેર કર્યો
ગૌહર ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ એક એનિમેટેડ વીડિયો છે જેમાં ઝૈદ અને ગૌહર સ્કૂટર પર બેઠેલા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં એક ખૂબ જ મીઠો મેસેજ લખવામાં આવ્યો છે – ‘જ્યારે ઝેડ ટુ જી ભેગા થયા ત્યારે એકથી બે થયા છે અને હવે રોમાંચ ચાલુ છે કારણ કે અમે ટૂંક સમયમાં બેથી ત્રણ થવાના છીએ. ગૌહર, ઝૈદ અને પ્લસ વન, આ નવી સફરમાં તમારા (ચાહકો) આશીર્વાદની જરુર છે. ગૌહરે આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘તમારા પ્રેમ અને દુઆઓની જરૂર છે મા શા અલ્લાહ!
View this post on Instagram
ગૌહર અને ઝૈદે ડિસેમ્બર 2020માં કર્યાં હતા લગ્ન
ગૌહર અને ઝૈદના આ વીડિયો પર ફેન્સને ઘણા રિએક્શન મળી રહ્યા છે, પરંતુ આ સાથે જ ટીવીથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ઘણી સેલિબ્રિટીઓ પણ આ પોસ્ટ પર કમેન્ટ કરીને ગૌહર અને જૈદને અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે. ગૌહર અને ઝૈદે 25 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન કર્યા હતા. જોકે બંનેના લગ્ન સમારંભ ખાનગી હતા, પરંતુ તેમના નજીકના મિત્રો અને સંબંધીઓ તેમાં ગ્લેમરસ અંદાજમાં હાજરી આપતા જોવા મળ્યા હતા.