વિદેશી દારૂ તથા બોલેરો કાર સહિત રૂપિયા 15.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
થાનગઢના તરણેતર રોડ પર આવેલી યુનિવર્સલ સિરામિક કારખાનામાં વિદેશી દારૂ ભરેલી કાર હોવા અંગેની બાતમીને આધારે થાનગઢ પોલીસ મથકના પીઆઈ વી.કે.ખાંટ સહિતનાઓ દ્વારા સિરામિક કારખાનામાં દરોડો કરતા અંદરથી એક બોલેરો કાર જીજે 13 એ એક્સ 2775 નંબર વાળી મળી આવી હતી જેમાં તપાસ કરતા બોલેરો કારમાંથી વિદેશી દારૂની મોટી બોટલ 228 નંગ કિંમત 1,28,136/- રૂપિયા તથા નાની બોટલ (ચપલા) 4752 નંગ કિંમત 7,12,800/- રૂપિયાના મળી આવતા સાથે જ બોલેરો કાર કિંમત 7 લાખ રૂપિયા એમ કુલ 15,40,936/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી વિજયભાઈ જેઠસુરભાઈ ખાચર, બોલેરો કારના ચાલક, વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તથા મોકલનાર અને ચાવડા અશ્વિનભાઈ મેપાભાઈ વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.