ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરના 150 ફુટ રિંગ રોડ પર પુનિતનગર પાણીના ટાંકાથી આગળ વાવડી ગૌતમબુધ્ધ નગર પાસે આવેલા અનુસુચિત સમાજના સ્મશાનમાં આવેલી સુરાપુરાની ડેરીના ઓટામાં જાળી સાથે કપડું બાંધી વિચીત્ર રીતે ગળાફાંસો ખાધેલી હાલતમાં એક યુવાકની લાશ મળી આવતા તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ સવારે એક વ્યક્તિ સ્મશાન અંદર આવેલી ડેરી પાસે કબૂતરોને ચણ નાખવા આવ્યા ત્યારે ડેરીના ઓટા પર ઉપરની લોખંડની જાળીમાં કપડાના ફાંસામાં એક યુવાનની લાશ જોવા મળતાં તેણે તુરંત જ 108ને જાણ કરતાં 108ના પાઇલોટ ગોપાલભાઇ ભરવાડ અને ઊખઝ યશભાઇ વાડોલીયા પહોંચી ગયા હતાં. ઊખઝની તપાસમાં યુવાનનું મૃત્યુ થયાનું જણાતાં તેમને પોલીસ કંટ્રોલમાં જાણ કરતા તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. હાલ તાલુકા પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે ખસેડી યુવકની ઓળખ મેળવવા માટે તપાસ તજવીજ હાથ ધરી છે.