ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જીલ્લાના કુંકાવાવ તાલુકાના દેવગામ ખાતે લવાભાઇ વીરજીભાઇ રાદડીયાની વાડીમાં મજૂરી કામ કરતા 35 વર્ષીય રવીયાબેનનો 110 ફૂટ ઊંડા કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ ધટનાની જાણ અમરેલી ફાયર ક્ધટ્રોલ રૂમ ખાતે જાણ કરતા ફાયર ઓફીસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર વિભાગ ટીમ દ્વારા તાત્કાલિક ધટના સ્થળે પહોંચી હતી. અને કૂવામાંથી 25 મિનિટની ભારે જહેમત બાદ મહિલાનાં મૃતદેહને બહાર કાઢ્યો હતો. અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો. આ સમગ્ર સ્થાનિક મામલે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.