સુરેન્દ્રનગર જિલ્લામાં 31,587 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 31,587 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, 40 દિવ્યાંગ સહિત 2200 રિપીટર્સ સામેલ સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આ પરીક્ષા 13 માર્ચ સુધી ચાલશે. જિલ્લામાં કુલ 31,587 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે. ધોરણ 10માં 19,833 વિદ્યાર્થીઓ 20 કેન્દ્રોના 76 બિલ્ડિંગમાં પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 10,488 વિદ્યાર્થીઓ 12 કેન્દ્રોના 41 બિલ્ડિંગમાં અને વિજ્ઞાન પ્રવાહમાં 1,266 વિદ્યાર્થીઓ બે કેન્દ્રોના 7 બિલ્ડિંગમાં પરીક્ષા આપશે. 40થી વધુ દિવ્યાંગ અને 2200થી વધુ રિપીટર વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં સામેલ થશે.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં કંટ્રોલ રૂૂમ સ્થાપવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂૂમ સવારના 7થી રાત્રે 8 વાગ્યા સુધી બે શિફ્ટમાં કાર્યરત રહેશે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે 916 વિદ્યાર્થીઓનો ઘટાડો નોંધાયો છે. થાન, સાયલા, સોલડી અને ધજાળા કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કરાયા છે. પાટડી, રાજસીતાપુર અને માલવણને અતિસંવેદનશીલ કેન્દ્રો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ કેન્દ્રો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોપી કેસ અટકાવવા માટે ખાસ એપ્લિકેશન દ્વારા સમગ્ર સંચાલન કરવામાં આવશે
- Advertisement -
ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો. 10 અને ધો. 12ની બોર્ડની પરીક્ષા આજે તા. 27 ફેબ્રુઆરીથી શરૂૂ થનાર છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 31,587 વિદ્યાર્થીઓ કારકીર્દીના અગત્યના વર્ષ એવા ધો. 10 અને ધો. 12ની પરીક્ષા આપી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતીપૂર્વક પરીક્ષા લેવાય તે માટે પરીક્ષા સમીતીના અધ્યક્ષ અને કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શનથી જિલ્લા શિક્ષણાધીકારી એ.એમ.ઓઝા, ત્રણેય ઝોન અધીકારી કે.એન.બારોટ, અમીન ઘેસાણી અને બીપીન પટેલ દ્વારા તૈયારીઓ કરી દેવાઈ છે.
આજે ગુરૂૂવારે સવારના સમયે ઝોન કચેરીએથી પ્રશ્ર્નપત્રો ચૂસ્ત સુરક્ષા સાથે પરીક્ષા સ્થળે પહોંચાડવામાં આવશે. પરીક્ષાના પ્રથમ દિવસે 10ના વિદ્યાર્થીઓ પ્રથમ ભાષા ગુજરાતી અને અંગ્રેજી, ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ સહકાર-પંચાયત તથા અર્થશાસ્ત્ર અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ભૌતીક વિજ્ઞાનની પરીક્ષા આપનાર છે. બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ સહિતનાઓ ગુરૂૂવારે સવારે પરીક્ષા પહેલા 9-15 કલાકે શહેરની આર.પી.પી ગર્લ્સ હાઈસ્કૂલમાં ઉપસ્થિત રહેશે.
જેમાં વિદ્યાર્થીઓને ગુલાબ આપી, મોં મીઠુ કરાવી પરીક્ષાની શુભેચ્છા આપવામાં આવશે. પરિક્ષા દરમિયાન વીજળી ગુલ ન થાય તે માટે વીજ કંપનીને તાકીદ કરાઈ છે. જયારે ગ્રામ્ય પંથકના વિદ્યાર્થીઓ સમયસર પરિક્ષા સ્થળે પહોંચી શકે તે માટે એસ.ટી. વિભાગને જરૂરી સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષા સ્થળ આસપાસ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા પણ જાહેરનામુ બહાર પડાયુ છે.



