રાજ્યમાં ધોરણ 10માં 9,17,687 ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 અને વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 છાત્રો આપશે પરીક્ષા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
- Advertisement -
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.10 અને 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયેલ છે જેના પગલે રાજયભરમાં પરીક્ષા ફીવર છવાઈ જવા પામેલ છે. પરીક્ષાના આજે પ્રથમ દિવસે તમામ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક કરી મોં મીઠા કરાવી સ્વાગત કરવામાં આવેલ હતું.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લા મથકો પર કલેકટર, પોલીસ કમિશ્ર્નર, જીલ્લા વિકાસ અધિકારી શિક્ષણાધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓએ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને મોં મીઠા કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં રાજકોટમાં જિલ્લા કલેકટર પ્રભવ જોષી અને શિક્ષણાધિકારી રાણીપાએ રૈયારોડ પરની ન્યુએરા સ્કુલના પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાર્થીઓને મોં મીઠા કરાવી વેલકમ કર્યું હતું.
રાજકોટ શહેર-જિલ્લામાં 80510 સહિત રાજયના 15.38 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં નોંધાયા છે. જેમાં સૌરાષ્ટ્રના 3.67 લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ધો.10ના 9.17 લાખ, ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1.32 લાખ અને સામાન્ય પ્રવાહના 4.89 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે.
- Advertisement -
રાજયમાં 5378 બિલ્ડીંગો અને 54294 બ્લોકમાં આ પરીક્ષા લેવામાં આવી રહી છે. રાજકોટની મધ્યસ્થ જેલના કેન્દ્ર પરથી ધો.10ના 16 અને ધો.12ના 7 કેદી પરીક્ષા આપી રહ્યા છે જયારે રાજયની અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ કુલ આ ચાર જેલના કેન્દ્ર પરથી ધો.10ના 73 અને ધો.12ના 57 કેદી પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાના આજે પ્રથમ દિવસે સવારના સેશનમાં ધો.10નું ગુજરાતી અને ધો.12 સામાન્ય પ્રવાહનું સહકાર પંચાયતનું પેપર લેવામાં આવી રહ્યું છે. જયારે બપોરના સેશનમાં ધો.12 વિજ્ઞાનપ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્વો વિષયનું પેપર પરીક્ષા કેન્દ્રો પરથી લેવામાં આવનાર છે.
રાજકોટ જિલ્લામાં હેલ્પલાઇન નંબર
સેન્ટર હેલ્પલાઇન નંબર/અધિકારી
ઉપલેટા પરેશભાઇ પટેલ, વી.પી.ઘેટિયા હાઇસ્કુલ(94292 43888)
રાજકોટ સંજયભાઇ પંડ્યા, હ.લ.ગાંધી વિદ્યાલય(99250 30310)
જેતપુર વી.ડી.નૈયા, જલારામ હાઇસ્કુલ, વિરપુર(92283 69794)
ગોંડલ, કોટડા સાંગાણી એસ.સી.બરોચિયા, અમૃતિયા હાઇસ્કુલ, ત્રાકુડા(98795 33069)
જસદણ, વીંછિયા કાલીન્દીબેન જાની, સ.મા.પ્રા શાળા, કાંસલોલિયા(94281 55856)
રાજકોટ ડો.સોનલબેન ફળદુ,સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલ(92282 74695)
રાજકોટ તુષારભાઇ પંડ્યા, પી એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કુલ(94274 33339)
રાજકોટ શહેર, તાલુકો અમરશી ચંદ્રાલા, શૈફી હાઇસ્કુલ(98989 94593)
ધોરાજી, જામકંડોરણા મહેશકુમાર મકવાણા, ભગવતસિંહજી હાઇસ્કુલ, ધોરાજી(98252 95016)
પડઘરી, લોધિકા જે.પી.વસોયા, એ.એસ.ચૌધરી હાઇસ્કુલ(94279 04609)
બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ: કેન્દ્રો પર પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલકથી સ્વાગત: જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 હેઠળ કાર્યવાહી
આજથી બોર્ડની પરીક્ષા શરૂ થવા જઇ રહી છે. ધોરણ 10માં 9,17,687 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કુલ 15,39,039 વિદ્યાર્થીઓ સોમવારથી બોર્ડની પરીક્ષા આપવાના છે. દરમિયાન રાજકોટ પોલીસે બોર્ડની પરીક્ષાના વ્યવસ્થાપન માટે નિયમોનું જાહેરનામુ બહાર પાડ્યું છે. રાજ્યભરના વિવિધ 84 ઝોનમાં 981 કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા યોજાશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં 56 ઝોનમાં 653 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. મહાનગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકવાળા વિસ્તારોમાં આવવા જવા માટે વિદ્યાર્થીઓએ ઘરથી પરીક્ષા સ્થળનું અંતર અને ટ્રાફિક ધ્યાને લઈને નીકળવું જેથી જે સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાય. પરીક્ષા સ્થળ ખાતે પહોંચવામાં રસ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાય તો 100 નંબર ઉપરથી પોલીસની સહાય મેળવીને પણ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાશે. પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વ્યક્તિને દોષિત કર્યેથી 3 વર્ષ કરતાં ઓછી ન હોય અને 5 વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા રૂ.2,00,000/- સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં બોર્ડના સેન્ટરવાઇઝ વિદ્યાર્થીઓ
જિલ્લો(સેન્ટર) ધો.10 ધો.12(સાયન્સ) ધો.12(સામાન્ય પ્રવાહ)
અમરેલી 19289 5681 11091
જામનગર 16804 1870 9456
જૂનાગઢ 23823 2995 13784
રાજકોટ 45680 8015 26652
સુરેન્દ્રનગર 19280 1285 11793
પોરબંદર 7301 1524 4263
દેવભૂમિ દ્વારકા8507 1073 4420
ગીરસોમનાથ 17441 348 11014
મોરબી 12648 1839 7156