બોર્ડની પરીક્ષાઓને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે લીધો નિર્ણય
વિદ્યાર્થીના ઘરથી 3 થી 4 કિ.મી એરિયામાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સહિત રાજ્યભરમાં લેવાનારી બોર્ડની પરીક્ષાઓને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે ખાસ કડકાઈ દાખવી છે. બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર હવે એવી જ સ્કૂલોમાં ફાળવાશે જ્યાં તમામ જરૂરી સુરક્ષા માપદંડો જેમ કે ફાયર NOC, બિલ્ડિંગ યૂઝ (BU) પરમિશન, સીસીટીવી સર્વેલન્સ અને ઈમરજન્સી એક્ઝિટની સુવિધા પૂર્ણ રીતે ઉપલબ્ધ હશે. જિલ્લા શિક્ષણાધિકારીએ બોર્ડની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે શહેર તેમજ તાલુકા વિસ્તારની વિવિધ શાળાઓની મુલાકાત લઈને બિલ્ડિંગ અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન અધિકારીઓએ ખાસ કરીને ફાયર સેફ્ટી સિસ્ટમ, ઈમરજન્સી દરવાજા, વીજ વાયરિંગની સલામતી તેમજ વિદ્યાર્થીઓ માટેની બેસવાની સુવિધા અંગે માહિતી મેળવી હતી. આવું કરવાનો મુખ્ય હેતુ પરીક્ષાના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આ ઉપરાંત, CCTV કેમેરાની હાજરીથી પરીક્ષામાં થતી ગેરરીતિને પણ અસરકારક રીતે અટકાવી શકાશે. અગાઉ કેટલાક વિસ્તારોમાં જૂના બિલ્ડિંગ અથવા યોગ્ય પરમિશન વિનાની શાળાઓમાં કેન્દ્ર ફાળવાતા વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થતા હતા. હવે તેવું જોખમ ટાળવા સ્પષ્ટ પગલાં લેવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષા માટે શાળાના બિલ્ડીંગ ચેક કરવાની કામગીરીમાં ડીઇઓ ઓફિસના અધિકારીઓ સહિત 20 થી વધુ કર્મીઓ જોડાયા છે.
વિદ્યાર્થીઓને લાંબુ અંતર કાપીને પરીક્ષા કેન્દ્ર સુધી ન જવું પડે અને મુસાફરીનો તણાવ ન રહે તે હેતુથી મહત્ત્વનો નિર્ણય લીધો છે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને તેમના ઘરથી માત્ર 3 થી 4 કિલોમીટરની ત્રિજ્યામાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારીએ આ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે કે કોઈપણ વિદ્યાર્થીએ બિનજરૂરી રીતે દૂરના સ્થળે પરીક્ષા આપવા જવું ન પડે. આ નિર્ણયથી પરીક્ષાર્થીઓ સમયસર કેન્દ્ર પર પહોંચી શકશે અને વધુ શાંત મનથી પેપર લખી શકશે.
બોર્ડની પરિક્ષા માટે શાળાના બિલ્ડીંગની તપાસ
ફાયર ગઘઈ : શાળા પાસે માન્ય અને અપડેટ થયેલું ફાયર NOC છે? તથા ફાયર સેફ્ટીની તમામ સાધન સામગ્રી કાર્યરત છે કે નહીં ?
ઇઞ પરમિશન : બિલ્ડિંગ રહેણાક માટે નહીં પણ શૈક્ષણિક હેતુ માટે જ ઉપયોગમાં છે, તેની બિલ્ડિંગ યૂઝ પરમિશન છે કે નહીં તેની ખાતરી કરાશે.
CCTV કવરેજ : પરીક્ષાખંડો અને પરિસરમાં પૂરતા પ્રમાણમાં કાર્યરત ઈઈઝટ કેમેરા છે કે નહીં, જેથી ગેરરીતિ અટકાવી શકાય.
ઈમરજન્સી એક્ઝિટ : આકસ્મિક સંજોગોમાં વિદ્યાર્થીઓ બહાર નીકળી શકે તે માટે પૂરતા અને ખુલ્લા ઈમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા છે કે નહીં.
ક્લાસરૂમ : ક્લાસરૂમમાં એકસાથે 30 બાળકો બેસી શકે, હવા-ઉજાસ હોય, લાઈટ-પંખા બરાબર ચાલે છે કે નહીં તેની ચકાસણી કરાશે.
- Advertisement -



