રવિવારે રાત્રે, ભારતમાં એક અદભુત બ્લડ મૂન જોવા મળ્યો, એક દુર્લભ પૂર્ણ ચંદ્રગ્રહણ, જે લદ્દાખથી તમિલનાડુ સુધી દૃશ્યમાન હતું. ચંદ્રનો આ ભાગ 82 મિનિટ સુધી તાંબા જેવો લાલ થઈ ગયો, જેણે તારા નિરીક્ષકો અને વૈજ્ઞાનિકોને બંનેને મોહિત કર્યા. કેટલાક પ્રદેશોમાં વાદળછાયું આકાશ હોવા છતાં, લાઇવ સ્ટ્રીમ્સે ખાતરી કરી કે લાખો લોકો આ ભવ્યતાનો આનંદ માણી શકે, જે ઉપરની સુંદરતાની એક કોસ્મિક યાદ અપાવે છે.
ભારત સહિત દુનિયાનાં અનેક દેશોમાં 2022 પછીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ જોવા મળ્યુ હતું. પૂર્ણ ચંદ્રગ્રહણ (બ્લડમૂન) 82 મીનીટ સુધી ચાલ્યુ હતું. રાત્રે 11.01થી શરૂ થઈને મધરાત બાદ 12.23 કલાકે પૂર્ણ થયુ હતું.
- Advertisement -
ખગોળશાીઓના કહેવા પ્રમાણે 27 જુલાઈ 2218 પછી પ્રથમ વખત દેશના તમામ ભાગોમાં પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યુ હતું. હવે 31 ડીસેમ્બર 2028 ના રોજ ત્રણ વર્ષ કરતા વધુ સમય પછી ચંદ્રગ્રહણ જોવા મળશે. ગઈરાતનાં ચંદ્રગ્રહણ દરમ્યાન રાત્રે 8.58 વાગ્યાથી પડછાયો શરૂ થયો હતો.
આ ઉપછાયા ગ્રહણને નરી આંખે જોવાનું મુશ્કેલ છે. દુરબીન કે ટેલીસ્કોપથી જ તે જોઈ શકાય છે. પૃથ્વી સુર્ય અને ચંદ્રમાંની વચ્ચે આવે ત્યારે ચંદ્રગ્રહણ સર્જાય છે. ચંદ્રમાની સપાટી પર પૃથ્વીનો પડછાયો પડે છે ગ્રહણ દુર્લભ હોય છે. દરેક પૂર્ણિમા કે અમાવસ્યા વખતે થતા નથી કારણ કે ચંદ્રમાંની કક્ષા સુર્યની ચારે બાજુ તથા પૃથ્વીની કક્ષાથી પાંચ ડીગ્રી ડુબેલી હોય છે.
નવા તારાવાળી આકાશગંગા જોવા મળી
નાસા દ્વારા પૃથ્વીથી અંદાજીત 5.1 કરોડ પ્રકાશવર્ષ દુર સ્થિત આકાશગંગા એનજીસી 7456 ની નવી તસ્વીર જારી કરી છે.આંખોથી તે ધુંધળી અંડાકાર આકૃતિ જેવી લાગે છે. પરંતુ ટેલીસ્કોપ તસ્વીરમાં તેની વચ્ચે પટ્ટી તથા બાહરી ક્ષેત્રોમાં તારા તથા પથરાયેલી ધૂપ જોવા મળે છે.