ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તેવા શુભાશયથી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી ઓઝા પરિવાર તથા આસ્થા શાંગ્રીલા સોસાયટી પરિવાર દ્વારા 28 ઓક્ટોબરને મંગળવારે બપોરે 3.30 થી 8 કલાક સુધી શાંગ્રીલેશ્વર મહાદેવ મંદિર આસ્થા શાંગ્રીલા સોસાયટી, વેસ્ટ વુડ સ્કૂલની પાછળ, માધાપર-મોરબી બાયપાસ રોડ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કેમ્પમાં ઓઝા પરિવાર અને આસ્થા શાંગ્રીલા સોસાયટી તેમજ શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, સિવિલ બ્લડબેંકના એમ.ડી. પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ માનદ સેવા આપશે. રક્તદાતાઓને બહોળી સંખ્યામાં રક્તદાન કરવા અપીલ કરવામાં આવે છે.



