ટીલારા પોલીપ્લાસ્ટ પ્રા.લી શાપર ખાતે 29 ઓગસ્ટે કેમ્પ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ટીલારા પોલીપ્લાસ્ટ પ્રા.લી.ના ડીરેક્ટર તેમજ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશનના પૂર્વ પ્રમુખ સ્વ. કિશોરભાઈ ટીલારા સંપૂર્ણ જીવન સફર દરમ્યાન સેવા અને મદદરૂપ થવાની ભાવના સાથે જીવન વ્યતીત કર્યું હતું, ત્યારે તેમની યાદમાં પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે 29/08/2025, શુક્રવાર, સમય સવારે 08:00 થી 02:00 કલાકે, ટીલારા પોલીપ્લાસ્ટ પ્રા.લી., શાપર ગામ મેઈન રોડ, શાપર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કેમ્પમાં એમ્સ હોસ્પિટલ બ્લડ બેંક, સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક, નાથણી બ્લડ બેંક, જીવનદીપ બ્લડ બેંક, સૌરાષ્ટ્ર બ્લડ સેન્ટર, લાઈફ બ્લડ સેન્ટરની ટીમ ઉપસ્થિત રહેશે. તો આ સેવાકાર્યમાં વધુમાં વધુ વ્યક્તિઓ બ્લડ ડોનેટ કરે તે માટે ઉદ્યોગકાર મિત્રો તથા કાર્મચારી ગણ તેમજ આસ પાસના ગ્રામજનો સર્વેને ટીલારા પરિવાર વતી નમ્ર અપીલ છે. આ કાર્યક્રમમાં સંતો, શુભેચ્છક સંસ્થાઓ, રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહી આ સેવાકાર્યમાં સહભાગી બની પ્રોત્સાહિત કરશે.