વરસાદી પાણીના નિકાલના આયોજનને આખરી ઓપ આપતા કલેક્ટર કે.ડી.લાખાણી
ગુણવત્તાલક્ષી ઝડપી કામગીરી સલામતી અને દેખરેખ રાખવા કમિટીની રચના કરવાનો હુકમ કરતા કલેક્ટર
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.5
- Advertisement -
પોરબંદરમાં ભારે વ2સાદને કા2ણે અનેક વિસ્તા2માં વરસાદી પાણી ભરવાની સમસ્યા સર્જાવાથી વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે વર્ષો જૂની સાંઢીયા ગટ2માં જુદી જુદી જગ્યાએ બ્લોકેજ હોવાને કા2ણે આ ગટરને ખુલ્લી કરવા કલેક્ટર કે.ડી.લાખાણી ના માર્ગદર્શનમાં કામગીરી હાથ ધરવામાં આવી છે.આ કામગીરી સમયસર શરૂ અને પૂર્ણ થાય,કામગીરીમાં ગુણવત્તા સાથે લોકોની સલામતી વિષયક પગલાં લઈ શકાય તે માટે અને નગરપાલિકાની ટીમ સુદ્રઢ કામગીરી કરી શકે તે માટે પોરબંદર કલેક્ટર કે.ડી. લાખાણીએ કમિટીની રચના કરતો હુકમ કર્યો છે.ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-2003 ની કલમ-23(3) હેઠળ મળેલ સત્તાની રૂઇએ સાંઢીયા ગટરનો અમુક ભાગ જાહેર હિતમાં તોડી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. પોરબંદર શહેરમાં ભવિષ્યમાં ભારે વરસાદ દરમિયાન પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે કાયમી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. કલેક્ટર અને ટીમ દ્વારા જુદાજુદા અસરગ્રસ્ત વિસ્તારોનો અભ્યાસ કરી સમસ્યાઓના નિરાકરણ માટે હાથ ધરવામાં આવેલ કામગીરીના ભાગરૂપે સાંઢીયા ગટરમાં આવેલ બ્લોકેજને સંપૂર્ણપણે ખુલ્લા કરવામાં આવશે.
આ ગટ2ને પુન: પુર્વવત બનાવવા અર્થે આયોજન, અમલીકરણ તેમજ સમયમર્યાદામાં ગુણવત્તાયુકત કામગી2ી થાય તેની તકેદારીના ભાગરૂપે સમિતિની રચના કરી તેમાં અમલીકરણ અધિકારીશ્રીઓની કલેક્ટર દ્વારા નિમણૂક કરવામાં આવી છે.
જેમાં કમિટીના અધ્યક્ષ તરીકે પ્રાંત અધિકારી પોરબંદર, સભ્ય સચિવ ચીફ ઓફીસર, પોરબંદર અને સભ્ય તરીકે કાર્યપાલક ઇજનેર, પાણી પુ2વઠા અને ગટ2 વ્યવસ્થા બોર્ડ, કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ(રાજય), અને કાર્યપાલક ઇજને2, ક્ષાર અંકુશ વિભાગ રહેશે.
- Advertisement -
જેમાં ચીફ ઓફીસર, પોરબંદરએ સાંઢીયા ગટરની જરૂરી સર્વેની કામગી2ી કરાવી જરૂરી સ્થળ સ્થિતિ પ્રમાણે નકશા-અંદાજોની ચકાસણી કરાવવી, ડ્રાફટ ટેન્ડર પેપ2ની ચકાસણી કરાવવી, વર્ક ઓર્ડર ફ્લો ચાર્ટ પ્રમાણે કામની ચકાસણી, ગુણવત્તાયુકત કામની ચકાસણી, નકશા અંદાજો પ્રમાણે ગુણવત્તાયુકત કામ થાય છે કે કેમ? તેની દેખરેખ અને નિયંત્રણ અંગેની કામગી2ી ક2વાની રહેશે અને સમિતિએ આ અંગે આયોજન અને અમલીકરણ માટે નગરપાલિકાને માર્ગદર્શન આપવાનું રહેશે, તેમજ અમલીકરણ અંગે દેખરેખ રાખવાની રહેશે.