મારવાડી યુનિવર્સિટી બાદ ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાનો છોડ પકડાતા ગુજરાત એનએસયુઆઈએ કલેક્ટર કચેરીએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ આંખે કાળી પટ્ટી બાંધી અને મોઢામાં પૈસાની નોટ રાખીને કલેક્ટર કચેરીએ અનોખો વિરોધ કર્યો હતો. કલેક્ટર પ્રભવ જોશીને આવેદનપત્ર પાઠવી ગાંજા કાંડમાં નામ જોગ ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ કરાઈ હતી.
રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાના છોડ પકડી પાડવામાં આવ્યા હતા એ ખૂબ જ માનવ સમાજ માટે અને શિક્ષણ જગત માટે શરમજનક કહી શકાય. આ જ રીતે બે દિવસ પહેલા ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાંથી ગાંજાના છોડ મળી આવ્યા હતા. તેમાં નામજોગ ફરિયાદ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
- Advertisement -
ગુજરાત યુનિવર્સિટીમાં જે કંઇ પણ પકડાયુ તેની પણ તટસ્થ તપાસ કરી જે કોઇ સંડોવાયેલા હોય અને જે પણ આમાં જવાબદાર હોય તે બધા પર વ્હાલા દવલાની નીતિ વગર તમામ પર પગલા લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી શિક્ષણ જગતમાં દાખલા સ્વરૂપે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.