વૃદ્ધ દંપતી સહિત ત્રણને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં આગ લાગવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે ત્યારે કાલાવડ રોડ ઉપર જડુસ હોટલથી ભીમરાવ સર્કલ તરફ જતા રસ્તા ઉપર સવારે જાહેરમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા વૃદ્ધ દંપતિ સહીત ત્રણ રાહદારીને ઇજા થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
- Advertisement -
પ્રાપ્ત વિગતો મુજબ સવારે કાલાવડ રોડ ઉપર જડુસ હોટલથી ભીમરાવ સર્કલ તરફ જતા રસ્તા ઉપર જાહેરમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા નાના મવા એવરેસ્ટ પાર્કમાં રહેતા રાહદારી રવિભાઈ અશોકભાઈ ગમારા ઉ.22, નાના મવા મેઈન રોડ ઉપર રહેતા રાજેન્દ્રભાઇ કાંતિલાલ ઉ.65 અને શ્રદ્ધાબેન રાજેન્દ્રભાઇ ઉ.61 આ ત્રણને માથાના ભાગે ઇજા થતા તાકીદે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફ તેમજ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.



