370 ફિડર બંધ થયા: વીજ પુરવઠો પૂર્વવત કરવા ટેકનિકલ ટીમની દોડધામ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
- Advertisement -
સૌરાષ્ટ્ર-કચ્છમાં પડી રહેલા વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાઇ જવા પામ્યો છે. મંગરવાર સાંજ સુધીમાં વરસાદને કારણે 27 ગામમાં અંધારપટ્ટ છવાઈ ગયો હતો તો બીજી તરફ 370 ફિડર બંધ થયા હતા. અ ઉપરાંત 749 વીજપોલ અને 25 ટીસી ડેમેજ થયાનું સામે આવ્યું છે. વીજ પુરવઠો પૂર્વવત કરવા ટેકનિકલ ટીમ દોડતી થઈ હતી.
સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. પીજીવીસીએલના સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે મંગળવાર સાંજ સુધીમાં પોરબંદરના 4, જૂનાગઢના 6, ભુજના 10, અંજારના 4, ભાવનગરના 3મળી કુલ 27 ગામમાં વીજ પુરવઠો બંધ થયો હતો.
તો બીજી તરફ રાજકોટ ગ્રામ્ય સર્કલ ઓફિસ હેઠળ ખેતીવાડીના 27, મોરબીમાં 12, પોરબંદરમાં 19, જૂનાગઢમાં 53, જામનગરમાં 44, ભુજમાં 39, અંજારમાં 11, ભાવનગરમાં 53, બોટાદમાં 2, અમરેલીમાં 52, સુરેન્દ્રનગરમાં 51 જ્યારે જ્યોતિગ્રામ યોજના હેઠળ પોરબંદર, જામનગર, ભાવનગરમાં 1-1 અને જુનાગઢ, ભુજમાં 2-2 મળી 7 એમ કુલ 370 ફિડર બંધ થયા છે.
- Advertisement -
આ ઉપરાંત વીજપોલ પણ ડેમેજ થવાના બનાવો સામે આવ્યા છે. જેમાં જામનગરમાં સૌથી વધુ 329, પોરબંદરમાં 123, અમરેલીમાં 105, જૂનાગઢમાં 80, મોરબીમાં 17, રાજકોટ ગ્રામ્યમાં 35, ભુજમાં 36, ભાવનગરમાં 22 રાજકોટ સિટીમાં 2 મળી કુલ 749 વીજપોલ ડેમેજ થયા હતા. તો વળી સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 25 ટીસી ડેમેજ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. વીજ પુરવઠો ખોરવાઇ જતાં પીજીવીસીએલની ટેકનિકલ ટીમો દોડતી થઈ હતી અને વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.