કાળી કિશમિશનું સેવન કરવાથી એનીમિયા, વાળ ખરવાની સમસ્યા અને ત્વચાની સમસ્યા દૂર થાય છે. કાળી કિશમિશમાં ભરપૂર માત્રામાં આયર્ન, સોડિયમ તથા અનેક પ્રકારના વિટામીન્સ રહેલા હોય છે.
તમે બજારમાં ભૂરી, લાલ, કાળી અને ગોલ્ડન રંગની કિશમિશ જોઈ જ હશે. શું તમે જાણો છો કે, કાળી કિશમિશ મહિલાઓના આરોગ્ય માટે વરદાનરૂપ સાબિત થાય છે. કાળી કિશમિશનું સેવન કરવાથી એનીમિયા, વાળ ખરવાની સમસ્યા અને ત્વચાની સમસ્યા દૂર થાય છે. કાળી કિશમિશમાં ભરપૂર માત્રામાં આયર્ન, સોડિયમ તથા અનેક પ્રકારના વિટામીન્સ રહેલા હોય છે.
- Advertisement -
એનીમિયા- મોટાભાગની મહિલાઓમાં એનીમિયાની સમસ્યા રહે છે. લોહીમાં આયર્નની ઊણપ હોવાને કારણે એનીમિયાના સમસ્યા રહે છે. સમય રહેતા આ બિમારીનો ઈલાજ કરવામાં ના આવે તો અન્ય બિમારીઓ થવા લાગે છે. કિશમિશમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામીન બી6, થિયામિન, વિટામીન ઈ જેવા ગુણ રહેલા છે. જેથી રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થતા આયર્નની કમી દૂર થાય છે.
સૂકી ખાંસી- કાળી કિશમિશ ખાવાથી સૂકી ખાંસીની સમસ્યા દૂર થાય છે. કિશમિશની તાસીર ગરમ હોય છે, જેથી ખાંસીથી રાહત મળે છે. આખી રાત કિશમિશ પલાળીને સવારે તેનું સેવન કરવું.
- Advertisement -
ખરાબ કોલસ્ટ્રોલ- કાળી કિશમિશમાં પેક્ટિન નામનું ફાઈબર રહેલું છે, જેથી ખરાબ કોલસ્ટ્રોલ દૂર કરવામાં મદદ કરે છે. ઉપરાંત કાળી કિશમિશનું સેવન કરવાથી હ્રદયની નસો અને રક્ત કોશિકાઓ ડેમેજ થતી નથી.
અનિયમિત માસિકચક્ર- અનેકવાર લોહીની ઊણપને કારણે અનિયમિત માસિકચક્રની સમસ્યા થાય છે. આ કારણોસર કાળી કિશમિશનું સેવન કરવાથી આ સમસ્યાથી રાહત મળે છે.
રોગ પ્રતિકારક શક્તિ- કાળી કિશમિશમાં ઈમ્યુનિટી મજબૂત કરતા પોષકતત્ત્વો રહેલા હોય છે. જે સંક્રમિત બિમારીઓનું જોખમ ઓછું કરીને ઈમ્યુનિટી મજબૂત કરવાનું કામ કરે છે.