સેન્સેક્સમાં 1424 પોઈન્ટનો કડાકો
દિવસમાં રોકાણકારોના કુલ 60 લાખ કરોડ સ્વાહા
- Advertisement -
સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ ખુલતાની સાથે જ ક્રેશ થયા
10 દિવસમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 60%નો વધારો
ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો પર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેના વધતા તણાવની સીધી અસર ભારતીય શેરબજારના રોકાણકારોના ખિસ્સા પર પડી છે. બજારમાં આવેલા પ્રચંડ કડાકાને કારણે માત્ર એક જ મહિનામાં અને ખાસ કરીને આજના દિવસે રોકાણકારોએ પોતાની જીવનભરની મૂડી ગુમાવવાનો વારો આવ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ બજારમાં વેચવાલીનો જે માહોલ જોવા મળ્યો છે, તેના આંકડા અત્યંત ડરામણા છે. 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય શેરબજારનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 497લાખ કરોડ હતું. આજના સેન્સેક્સ અને નિફ્ટીના પ્રચંડ કડાકાને પગલે તે ઘટીને 437 લાખ કરોડ પર આવી ગયું છે. આમ, છેલ્લા ગણતરીના દિવસોમાં જ બજારમાંથી 60 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ થઈ ગયું છે.
ગયા સપ્તાહના અંતે શુક્રવારે જ્યારે બજાર બંધ થયું ત્યારે માર્કેટ કેપ 447 લાખ કરોડ હતું. પરંતુ આજે સોમવારે બજાર ખુલતાંની સાથે જ યુદ્ધના ભયે રોકાણકારોને ધ્રુજાવી દીધા હતા. આજે માર્કેટ કેપ સીધું જ 437 લાખ કરોડ પર સરકી ગયું છે. એટલે કે, માત્ર આજના એક જ ટ્રેડિંગ સત્રમાં રોકાણકારોના 10 લાખ કરોડ રૂપિયા બજારમાં ડૂબી ગયા છે. સેન્સેક્સમાં 2,271.52 પોઇન્ટ અને નિફ્ટીમાં 687.45 પોઇન્ટના ઘટાડાને કારણે બજારમાં ચારેબાજુ લાલ નિશાન જોવા મળી રહ્યા છે. ખાસ કરીને રિલાયન્સ, ટીસીએસ અને એચડીએફસી જેવી બ્લુ-ચિપ કંપનીઓના શેરમાં મોટા ઘટાડાને કારણે માર્કેટ કેપમાં આટલો મોટો ખાડો પડ્યો છે. નિષ્ણાતો માને છે કે જો વૈશ્વિક તણાવ ઓછો નહીં થાય, તો આગામી દિવસોમાં રોકાણકારોએ હજુ વધુ નુકસાન વેઠવું પડી શકે છે.
આજે 9 માર્ચે શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 1900 પોઈન્ટ (2.50%) સુધી ઘટીને 77,494 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી પણ લગભગ 600 પોઈન્ટ (2.50%) ઘટીને 24,028.05 પર ટ્રેડ થઈ રહ્યો છે. બેંક, ઓટો, મેટલ, એનર્જી અને એફએમસીજી શેરોમાં આજે ભારે વેચવાલી જોવા મળી રહી છે. સપ્તાહનો પહેલો ટ્રેડિંગ દિવસ, સોમવાર, શેરબજારના રોકાણકારો માટે ખુબજ ખરાબ સાબિત થયો.



