પ્રશાસન દ્વારા ભરપુર પ્રયાસો છતાં મૃત્યુઆંક ઘટાડામાં મળતી નિષ્ફળતા
જૂનાગઢમાં ગાયોને રાખવામાં આવી ત્યાંથી જેસીબી મારફત મૃતદેહ ભરાય છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર રાજયમાં પશુઓમાં અને ખાસ કરીને ગાયોમાં જોવા મળતા લમ્પી વાયરસથી સોરઠ પંથકમાં અનેક પશુઓના મૃત્યુ થયા છે. અને હજુ અનેક પશુઓ મૃત્યુના કગાર ઉપર છે. ગૌધનના સંવર્ધન અને રક્ષા મુશ્કેલ બન્યા છે, ત્યારે પ્રશાસન અને તબીબોના ભરપુર પ્રયાસ હોવા છતાં હજુ સુધી સફળતા મળી નથી, મૃત્યુઆંક ઘટવાના બદલે દિનપ્રતિદિન વધી રહ્યો છે. જૂનાગઢ મનપા દ્વારા લમ્પી વાયરસથી પીડાની ગયોને રાખવામાં આવી છે. તે જગ્યાએ અનેક ગયાનાં મોત થયા છે. જેસીબીથી ગાયનાં મૃતદેહને ભરવામાં આવી રહ્યાં છે.અને તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના માળિયા, માણાવદર, કેશોદ વગેરે તાલુકામાં લમ્પી વાયરસની વધુ અસર જોવા મળે છે. છેલ્લા કેટલાંક દિવસમાં માળિયા હાટીનામાં અનેક ગાયો લમ્પી વાયરસનો ભોગ બની છે. સ્થાનિક પ્રશાસન અને સામાજિક સંસ્થાઓ દ્વારા પુરા પ્રયાસો ગાયોને બચાવવા થઇ રહ્યાં છે. ત્યારે ગૌ-શાળાના સંચાલકોએ ખાસ તકેદારી રાખવી પડશે, કારણકે આ વાયરસ એક ગાય દ્વારા બીજી ગાયમાં પ્રવેશતો હોવાનું પણ જાણવા મળે છે. લમ્પી વાયરસથી બચવા અપાતી રસીથી ગાયોની રોગ પ્રતિકારક શકિત તો વધે છે. પરંતુ તેના બચવા અંગે કોઇ આગાહી થઇ શકિત નથી. લમ્પી વાઇરસના સચોટ ઇલાજ અંગે પણ કોઇ સત્તાવાર માહિતી નથી, ત્યારે પશુપાલકોએ પણ પશુઓને પ્રશાસનને સોપવાની ફરજ પડે છે. લમ્પી વાયરસના કહેરથી ચોમેર ફફડાટ ફેલાયો છે.
જૂનાગઢ કોર્પોરેશન દ્વારા સ્વામિ વીવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે આવેલા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં લમ્પી વાયરસથી પીડાતી ગાયો માટે આશ્રયસ્થાન છે, પરંતુ હજુ વધારે જગ્યાની જરૂર પડે તેવી શકયતાને નકારી શકાય નહી. આવી ગાયોને ખુલ્લી રાખવી જોખમી હોય છે, ત્યારે શહેરના જૂદાજુદા વિસ્તારોમાં આશ્રયસ્થાનો ખોલવાની જરૂરીયાત ઉભી થાય તેવું લાગી રહ્યું છે. જૂનાગઢ કોર્પોરેશન સીવાય જિલ્લા પંચાયતની કેટલીક જગ્યાઓનો આ માટે ઉપયોગ થઇ શકે છે. ગુજરાત સરકાર દ્વારા લમ્પી વાયરસને લઇને જાહેર થયેલી માર્ગદર્શીકા મુજબ લમ્પીએ ચામડીની એક બીમારી છે. જે મચ્છર કરડવાથી થાય છે. આ એક ચેપી રોગ છે. જેને અંગ્રંજીમાં લમ્પી સ્કિન ડિસીસ કહે છે. આ રોગ ફકત પ્રાણીઓમાં જોવા મળે છે. ખાસ કરીને ગાયમાં વધુ જોવા મળે છે. પશુપાલન વિભાગે લમ્પી સ્કિન ડિસીસ થયેલા પશુઓને બીજા પશુઓથી દુર રાખવાની પણ આપી છે.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેમકે રાજકોટ અને જામનાગર માં પશુઓના આ રોગથી ટપોટપ મૃત્યુ થયાં હોવાનું જાણવા મળે છે. જો કે હવે દિવસેને દિવસે સંમગ્ર રાજય માં આ રોગ વભતો જાય છે અને પશુઓના અસંખ્ય મૃત્યુ થી હાહાકાર સર્જાઇ રહયો છે. આવા સમયે ગૌસેવકો માં દુ:ખ ની લાગણી તેકજ સહાનુભુતી જોવા મળે છે. હાલના તબકકે તો પશુઓ અંગે લોકોની સાવચેતી એજ પશુઓની સલામતી માનવામાં આવે છે. કારણકે, ચામડી નો આ રોગ ચેપી હોવાથી તેનું સંકમણ ના ફેલાય તે બાબતને પ્રાથમિકતા આપવી પડશે.
- Advertisement -
સુત્રાપાડાનાં અનેક ગામડાઓમાં લમ્પી વાયરસનાં કેસમાં વધારો
ગીર સોમનાથ જિલ્લામાં લમ્પી વાયરસના પગ પેસારાને અટકાવવા માટે તંત્ર સતર્કતાથી કામ કરી રહી રહ્યું છે. લોઢવા, પ્રશ્નાવડા ગામના પશુઓમાં આ રોગનો કહેર પ્રચંડ વધી રહ્યો હોઈ તેવું જોવા મળી રહ્યું છે.લોઢવા તેમજ પ્રશ્નાવડા ગામમાં પાચ થી સાત દિવસમાં લમ્પી વાયરસના કેસોમા ભારે વધારો થતાં પશુપાલકોમાં ભારે ચિંતા છે.જિલ્લાના તમામ તાલુકાઓમાં 7 ટૂકડીઓ અને ત્રણ એમ્બ્યુલન્સ દ્વારા સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાનાં 6 તાલુકાઓમાં આજે 8195 પશુઓને લમ્પી વાયરસથી રક્ષણ આપતી વેક્સિન આપવામાં આવી છે. અત્યાર સુધી જિલ્લામાં 1.44 લાખથી વધુ પશુઓને વેક્સિન આપવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં પશુઓનાં વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. વધુ માહિતી માટે પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરવા જણાવાયું છે તેમજ 1962 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરીને પશુપાલકો સહાયતા પણ મેળવી શકે છે.