જૂનાગઢના દર્દી રાજકોટ મોતિયાનું ઓપરેશન કરવા ગયા અને ભાજપના સદસ્ય બની ગયા
કમલેશ ઠુંમર નામના દર્દીને રાત્રે ઉઠાડીને OTP મેળવી સભ્યપદ આપી દીધું
- Advertisement -
રાજકોટની એક ટ્રસ્ટની હોસ્પિટલમાં અનેક દર્દીઓને સભ્ય બનાવી દીધા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
ગુજરાતમાં ભાજપ સદસ્યતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે જેમાં વધુમાં વધુ સભ્યો બનાવવા માટે પ્રદેશ નેતાગિરી દ્વારા જાણે પ્રેસર હોઈ તે રીતે તમામ ધારાસભ્યો અને સાંસદ સહીત ચૂંટાયેલ પ્રતિનિધિઓ સાથે આગેવાનો અને કાર્યકરો ભાજપના સદસ્ય બનાવવા માટે દોડી રહ્યા છે ત્યારે આ પેહલા પણ વિપક્ષ દ્વારા શાળા કોલેજમાં સદસ્ય અભિયાન ચલાવીને સભ્ય બનાવામાં આવી રહ્યાંના આક્ષેપો થયા હતા હવે ભાજપ સદસ્ય અભિયાનમાં વધુ એક ઘટના સામે આવી છે જેમાં જૂનાગઢ એક દર્દી રાજકોટ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરવા ગયા અને હોસ્પિટલના બિછાનેથી ઉઠાડીને ભાજપના સભ્ય બનાવી દેતા જાણે એવું ચર્ચાય રહ્યું છે કે, ભાજપ સદસ્યતા અભિયાનને મોતિયો આવ્યો હોય જેમાં દર્દીઓને પણ નથી છોડવામાં આવતા.
જૂનાગઢ શહેરના ખલીલપૂર રોડ પર રહેતા કમલેશભાઈ ઠુંમરે ભાજપ સદસ્યતા અભિયાન વિષે વાત કરતા જણાવ્યું હતું કે, મેં ડોક્ટરને બતાવ્યું ત્યારે આંખમાં મોતીઓ હોવાનું સામે આવ્યું હતું ત્યારે ગત રવિવારના સાંજે ચાર વાગ્યા હું રાજકોટમાં આવેલ એક ટ્રસ્ટની હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરવા ગયા હતા અને મારી ટ્રીટમેન્ટ ચાલતી હતી અને રાત્રે આંખમાં ટીપા નાખીને હું સૂતો હતો એ સમયે એક વ્યક્તિ આવીને હું સુતેલો હતો ત્યારે એ વ્યતિએ મને ઉઠાડીને મોબાઈલ નંબર માંગ્યા હતા અને મેં મોબાઈલ નંબર આપ્યા હતા ત્યારે મારામાં એક ઓટીપી નંબર આવ્યા તેને જોઈને મેં કીધું કે, આ આ શું કરે છો ભાજપના સભ્ય બનાવે છો તેમ કેહતાં તેને જણાવ્યું કે, એના સિવાય ઉધાર જ નથી એમ બોલીને જતો રહ્યો હતો ત્યારે મને એવું લાગ્યું કે, આવી રીતે સભ્ય બનાવે છે એટલે મેં તેનો વિડિઓ ઉતારી લીધો હતો.
- Advertisement -
જયારે જૂનાગઢના કમલેશભાઈ ઠુંમરે વધુ એવું પણ જણાવ્યું કે, ત્યારે જે ભાજપના સભ્ય બનવતા હતા તે વ્યક્તિનો વિડિઓ બનાવ્યો અને આવી રીતે ભાજપનું કામ કરે છે જયારે હું પણ ભાજપમાં છું અને ભાજપનું કામ કરું છે જે સભ્યો બનવ્યા જેને કઈ ખબર નથી તેવા વૃદ્ધ લોકોને સભ્ય બનાવી દીધા ત્યારે હોસ્પિટલમાં તો 300 જેટલા લોકો હતા જેમાં 200 જેટલાને સભ્ય બનાવી દીધા જેમાં અમુક બેહનો પાસે મોબાઈલ ન હતા તેને મૂકી દેતા હતા અને જે વ્યવસ્થિત લોકો હતા તેને ભાજપના સભ્ય બનાવી દેતા હતા આમ રાજકોટમાં એક ટ્રસ્ટમાં બનેલી ઘટનામાં ભાજપ સદસ્યતા અભિયાન પુરી વાત કરીને કઈ રીતે સભ્યો બનાવે છે તેની પર પ્રકાશ પાડીને રોષ વ્યક્ત કર્યો હતો.
આતો કેવું ભાજપનું સદસ્યતા અભિયાન ?
સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોબાઈલ લિંક દ્વારા ભાજપ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે.ત્યારે રાજ્યના તમામ નેતાઓ અને આગેવાનો અને કાર્યકરો દ્વારા ભાજપના સદસ્યતા અભિયાનને વેગવંતુ બનાવવા જોરશોરથી કામ કરી રહ્યા છે ગમે તે સ્થળ પર જઈને લોકોના મોબાઈલ નંબર મેળવીને જે ઓટીપી આવે તેના માધ્યમથી સભ્ય બનાવી રહ્યા છે એ વાત તો સમજ્યા કે, દિવસે કોઈ પણ જગ્યાએ લોકોને જાગૃત અવસ્થામાં સભ્ય બનાવે છે પણ જે લોકો હોસ્પિટલમાં ઓપરેશન કરવા દર્દીઓ આવ્યા હોઈ અને પથારીમાં આરામ કરી રહ્યા હોઈ એ પણ રાત્રીના 11 વાગ્યા આસપાસ ઉઠાડીને ભાજપ સદસ્યતા અભિયાન ચલાવે ત્યારે આમ જનતા માંથી અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કે, આતો કેવું ભાજપનું સદસ્યતા અભિયાન ?