ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની રાજકોટમાં ઉજવણી
રાજકોટ ‘કમલમ’ સહિતના તમામ કાર્યાલયો રોશનીથી ઝળહળી ઉઠ્યા: આજે રાત્રે 8થી 10 દરમિયાન તમામ વોર્ડમાં બેઠકો યોજાશે
- Advertisement -
કાર્યકરો પોતાના નિવાસસ્થાને પક્ષનો ધ્વજ ફરકાવી 47ઢયફતિજ્ઞરગફશિંજ્ઞક્ષઋશતિિં હેશટેગ સાથે સોશિયલ મીડિયા પર અપલોડ કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે રાજકોટ શહેર ભાજપ દ્વારા વિવિધ સંગઠનાત્મક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 6ઠ્ઠી એપ્રિલ 1980ના રોજ સ્થપાયેલી ભારતીય જનતા પાર્ટીના આ ગૌરવવંતા દિવસને વધાવવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે અને મહામંત્રીઓની આગેવાનીમાં ઉજવણીનો પ્રારંભ થયો છે. આ અંતર્ગત રાજકોટ શહેર ભાજપના મુખ્ય કાર્યાલય ‘કમલમ’, તમામ વોર્ડના ચૂંટણી કાર્યાલયો તેમજ સાંસદ અને ધારાસભ્યોના કાર્યાલયોને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યા છે. આ શણગાર 7મી એપ્રિલ સુધી જાળવી રાખવામાં આવશે. પાર્ટીની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવા માટે 5મી એપ્રિલથી જ તમામ બૂથ અને વોર્ડમાં પત્રિકા વિતરણ અને સંપર્ક અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અભિયાનમાં શહેરના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા છે.
સ્થાપના દિવસના મુખ્ય કાર્યક્રમો વિશે માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ જણાવ્યું હતું કે, ધ્વજવંદન અને સોશિયલ મીડિયામાં તમામ કાર્યકર્તાઓ પોતાના નિવાસસ્થાને ભાજપનો ધ્વજ ફરકાવશે અને તેની સેલ્ફી 47ઢયફતિજ્ઞરગફશિંજ્ઞક્ષઋશતિિં હેશટેગ સાથે સોશિયલ મીડિયા પર અપલોડ કરશે. આજે રાત્રે 8 થી 10 દરમિયાન તમામ વોર્ડમાં ખાસ બેઠકો યોજાશે. આ બેઠકોમાં વક્તાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના વિકાસના કાર્યો અંગે નાગરિકો અને કાર્યકર્તાઓને માહિતગાર કરવામાં આવશે.
- Advertisement -
આજે ભાજપનો સ્થાપના દિવસ: ડો.ભરત બોઘરાના નિવાસસ્થાને ઝંડો લહેરાવાયો
વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની આજે દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ ગૌરવશાળી અવસરે રાજકોટમાં પણ પક્ષના કાર્યકરોમાં અનેરો વિજયી ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણમાન્ય નેતાઓના નિવાસસ્થાને ધ્વજવંદન સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગર યુવા મોરચાના કાર્યકરો દ્વારા વિવિધ આગેવાનોના નિવાસસ્થાને પહોંચી ભાજપનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.



