છેલ્લા 30 વર્ષથી કોડીનાર નગરપાલિકા ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન યથાવત રહ્યું
અગાઉ 4 બેઠક બિન હરીફ મળી હતી, આજે 24 બેઠકો પર વિજય મેળવ્યો: કોંગ્રેસ ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
કોડીનાર નગર પાલિકા માં ભાજપે ભવ્ય જીત મેળવી છે તમામ 28 બેઠકો ઉપર ભાજપ નો ભગવો લહેરાતા છેલ્લા 30 વર્ષથી કોડીનાર નગરપાલિકા માં ભારતીય જનતા પાર્ટીનું શાસન અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી જૂથ નો દબદબો યથાવત રહ્યો.ચૂંટણી પૂર્વે જ 4 બેઠક બિન હરીફ ભાજપ ને મળી હતી જ્યારે આજે બાકી ની 24 બેઠકો ઉપર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો અનેક કાવાદાવા તેમજ એડીચોટી નું જોર લગાવવા છતાં કોંગ્રેસ ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારો અને માત્ર ત્રણ આંકડામાં જ મતો મળ્યા હતા જેથી આગામી દિવસોમાં લગભગ મોટાભાગના કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થાય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે.