મોદીની ગેંરટી સાથે 2019નો રેકોર્ડ તોડવા માટે BJP તૈયાર
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 436 બેઠક પર ચૂંટણી લડી હતી અને 303 બેઠકો જીતી હતી અને 37.7% વોટ શેર સાથે 22.9 કરોડ મત મેળવ્યા હતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
2024ની લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. એક તરફ કોંગ્રેસ પાર્ટી ઈન્ડિયા એલાયન્સના સહયોગી પક્ષો સાથે મળીને લગભગ 300 સીટો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. જ્યારે ભાજપ 2024ની લડાઈમાં 450થી વધુ બેઠકો પર ચૂંટણી લડી શકે છે. 2019ના ચૂંટણી પરિણામોમાં એકલા ભાજપે 303 બેઠકો જીતી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં, ભાજપે 436 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 303 બેઠકો જીતી હતી અને 37.7 ટકા વોટ શેર સાથે 22.9 કરોડ મત મેળવ્યા હતા.
જ્યારે કોંગ્રેસે 2019માં 421 બેઠકો પર ચૂંટણી લડી હતી અને અંદાજે 11.94 કરોડ મત મેળવ્યા હતા. આ વખતે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી માત્ર 290 સીટો પર ફોકસ કરવાની યોજના બનાવી રહી છે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે ભાજપ 450થી વધુ બેઠકો પર ચૂંટણી લડી શકે છે. આ વખતે બિહારમાં ઉંઉઞ, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના અથવા તમિલનાડુમાં અઈંઅઉખઊં કે પંજાબમાં અકાલી દળ સાથે કોઈ ગઠબંધન ન થતાં, ભાજપ આ રાજ્યોમાં વધારે સીટો પર 2024માં લોકસભામાં ચૂંટણી લડવા માટે તૈયાર છે. 2019માં, ભાજપે બિહારની 40માંથી માત્ર 17 બેઠકો, મહારાષ્ટ્રની 48માંથી 25 બેઠકો અને તમિલનાડુની 39 બેઠકોમાંથી પાંચ બેઠકો પર ચૂંટણી લડી હતી. પંજાબમાં પણ ભાજપે 13માંથી માત્ર ત્રણ બેઠકો પર ચૂંટણી લડી હતી. આ વખતે ભાજપ આ રાજ્યોમાં મોટી સંખ્યામાં બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે.
ભાજપને લાગે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવા, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા અને વિકાસ કાર્ડ જેવી મોટી ડિલિવરેબલ્સને જોતાં, પાર્ટી 2019માં તેની 303 બેઠકોનો આંકડો સરળતાથી પાર કરી શકે છે. આ સપ્તાહના અંતમાં દક્ષિણ ભારતની બીજી મુલાકાત થવા જઈ રહી છે, એવામા પીએમ મોદી 2024ના પ્રથમ ત્રણ અઠવાડિયામાંથી એક સપ્તાહ દક્ષિણમાં વિતાવશે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા દક્ષિણ ભારતમાં વડાપ્રધાનનું આ એક મોટું પગલું છે.
- Advertisement -