દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપા સરકારને સુશાસનના સાત વર્ષ પુર્ણ થયા તે અંતર્ગત પ્રદેશ યુવા ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ ‘સેવા હી સંગઠન’ શીર્ષક હેઠળ શહેર ભાજપ ધ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, ત્યારે વોર્ડ નં.૪ માં યુવા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિહ વાળા, મહામંત્રી હિરેન રાવલ, કિશન ટીલવાની આગેવાનીમાં યુવા મોરચા ધ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયેલ.
આ કેમ્પમાં શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, ઉપપ્રમુખ અશોક લુણાગરીયા, સી.ટી. પટેલ, કાનાભાઈ ઉધરેજા, દિનેશ ચૌહાણ, રસીકભાઈ પટેલ, રવી ગોહેલ, કાળુભાઈ ડુંગશીયા, નયનાબેન પેઢડીયા, કંકુબેન ઉઘરેજા,અશ્વીન મોલીયા, મનીષાબેન પટેલ, રાજેશ્રીબેન માલવીયા, મહેશ મીયાત્રા, રામદેવભાઈ જેસાણીયા, ભરત લંબાશીયા, હીતેશ મઠીયા, અજય લોખીલ, દિલીપભાઈ બોરીચા, ચંદુભાઈ ભંડેરી, હિતેશ ગોહેલ, અશ્વીન ગરસોડીયા સહીતના ઉપસ્થિત રહયા હતા.


