-મેઘાલયમાં એનપીપીના કોનરાડ સંગમાએ ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી અને બાજી પલટાઈ ગઈ.
મેઘાલયમાં વિધાનસભાની ચુંટણીના પરિણામો બાદ હવે ભાજપ કોનરાડ સંગમાની પાર્ટી એનપીપીને સમર્થન આપશે. વાત જાણે એમ છે કે, સંગમાએ પોતે ફોન કરીને સરકાર રચવા માટે ભાજપનું સમર્થન માંગ્યું હતું. તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી. જે બાદ એનપીપીને ભાજપનું સમર્થન અને મેઘાલયમાં ગઠબંધન સરકારની રચનાની પુષ્ટિ થઈ હતી.
- Advertisement -
મેઘાલયમાં ભાજપ કોનરાડ સંગમાની પાર્ટી એનપીપીને સમર્થન આપશે. મેઘાલયમાં પાર્ટીના અધ્યક્ષ અર્નેસ્ટ મોરીએ ભાજપના સમર્થનથી સરકાર રચવા અંગે કહ્યું કે, તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો ફોન આવ્યો હતો. તેમણે સલાહ આપી છે કે, મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી NPPને સરકાર બનાવવા માટે સમર્થન આપવું જોઈએ.
મેઘાલય ભાજપના વડા અર્નેસ્ટ મોરીએ કહ્યું કે, મને મેઘાલયમાં સરકાર બનાવવા માટે NPPને સમર્થન આપવાની સલાહ આપવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો ફોન આવ્યો. તે પછી મેં સીએમ કોનરાડ સંગમા સાથે વાત કરી.
- Advertisement -
I received call from BJP National pres JP Nadda advising me to support NPP to form govt in Meghalaya. After that, I held a talk with CM Conrad Sangma. After consultation with the state team, I will submit the support letter tonight: Meghalaya BJP chief Ernest Mawrie pic.twitter.com/1edo5EThkS
— ANI (@ANI) March 2, 2023
કઈ પાર્ટીને કેટલી સીટો મળી ?
બીજેપી ચીફ મોરીએ કહ્યું કે, મેઘાલયમાં બીજેપી ટીમ સાથે ચર્ચા કર્યા બાદ તેઓ રાત્રે જ કોનરાડ સંગમાને સમર્થન પત્ર સોંપવાની કવાયત શરૂ કરશે. તમને જણાવી દઈએ કે 60 સીટોવાળી મેઘાલય વિધાનસભાની 59 સીટો માટે ચૂંટણી યોજાઈ હતી. આમાં એનપીપી અને તેના સહયોગીઓએ 30થી વધુ બેઠકો જીતી છે. ભાજપના ઉમેદવારોએ બે બેઠકો જીતી હતી.