600 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે : અમદાવાદ શહેર AAPના હોદ્દેદારો ભાજપમાં જોડાયા
જે.જે.મેવાડા સહિતના આગેવાનો કેસરિયો ધારણ કર્યો : દાણીલીમડાના ઉમેદવાર દિનેશ કાપડિયા ભાજપમાં જોડાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત છે. જેમાં અમદાવાદ શહેર અઅઙના હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે. જે.જે.મેવાડા સહિતના આગેવાનો કેસરિયો ધારણ કર્યો છે. તેમજ દાણીલીમડાના ઉમેદવાર દિનેશ કાપડિયા ભાજપમાં જોડાયા છે.
ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતું. 600 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. જેમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ખેસ પહેરાવી સ્વાગત કર્યુ છે. લોકસભાની ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષો સક્રિય થયા છે. ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરની શરૂઆત કરી છે. જેમાં એસ.જી.હાઇવે પર પ્રદેશ મીડિયા સેન્ટર તૈયાર કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ મીડિયા સેન્ટરનું ઉદ્ધાટન કર્યું છે. ગુજરાતમાં સાતમી મેના રોજ એટલે કે ત્રીજા તબક્કામાં ચૂંટણી થશે. ગુજરાતમાં હાલ લોકસભાની 26 બેઠકો છે અને તમામ બેઠકો ભાજપ પાસે છે.
ચૂંટણીપંચે જાહેર કરેલા ચૂંટણીના કાર્યક્રમમાં દેશમાં યોજાનારી પેટાચૂંટણીની પણ જાહેરાત કરાઈ છે. આ પેટાચૂંટણીમાં ગુજરાતની પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ધારાસભ્યોનાં રાજીનામાંને કારણે ખાલી પડેલી ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો વીજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા પર પણ લોકસભા ચૂંટણીની સાથે જ પેટાચૂંટણી યોજાશે. જોકે આ જાહેરાતમાં વીસાવદર પેટાચૂંટણીની જાહેરાત કરાઈ નથી. લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીપ્રચાર આરંભી દીધો છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મુખ્ય ત્રણ પાર્ટીઓ છે.