ગુજરાતના ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે આજે રાજકોટની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેઓ મોરબી ખાતે સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં હાજરી આપવા ગયા હતા. ત્યાંથી પરત ફરતા સી.આર.પાટીલે રાજકોટ ખાતે ટૂંકુ રોકાણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેઓએ શહેરના દરેક બુથની તેજ સમિતિના સભ્યોની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેઓ સાથે ચા-નાસ્તો લીધો હતો.
- Advertisement -
ત્યારબાદ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ધારાસભ્ય ઉદય કાનગડના કાર્યાલયની મુલાકાત લીધી હતી. અહીં તેઓએ આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ અને વિવિધ સરકારી યોજનાઓ વિશે વિગતવાર મેળવી હતી. તેમજ અત્યાર સુધીમાં જેટલા કામો થયા છે તેની પણ વિગતે માહિતી મેળવી ચર્ચા કરી હતી.
ત્યાંથી તેઓ શહેર ભાજપ મહામંત્રી અશ્વીનભાઇ મોલીયાના પાણીના ઘોડા પાસે, નારાયણ નગર ખાતે આવેલા નિવાસસ્થાને પધાર્યા હતા. જ્યાં તેઓએ બપોરનું ભોજન કર્યુ હતું.