ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.17
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં ગટર સફાઈની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.જેમાં શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણિયા, મહામંત્રી જયેશ પંડ્યા અને મૌલિક વૈયાટા સહિતનો જોડાયા છે.શહેર પ્રમુખના જણાવ્યા અનુસાર ગાઓ ચલો અભિયાન અંતર્ગત લોકોની રજૂઆતો આવી હતી જેના પગલે મુખ્ય બજારો અને રહેણાંક વિસ્તારની ગટરો ની સફાઈ પાલિકા સાથે મળીને કરાવવામાં આવી રહી છે.