ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય જનતા પાર્ટી-ઓબીસી મોરચા-સુરેન્દ્રનગર જિલ્લાની કારોબારી બેઠક ‘શ્રી કમલમ’ કાર્યાલય-સુરેન્દ્રનગર ખાતે યોજાઈ હતી. આ મીટીંગમાં સુરેન્દ્રનગર જીલ્લા મહામંત્રી હાર્દિકભાઈ ટમાલિયા ઉપપ્રમુખ-ઓબીસી પ્રભારી શ્રી નિલેશભાઈ શેઠની ખાસ ઉપસ્થિતિ રહી હતી. આગામી લોકસભા ઇલેક્શનને ધ્યાનમાં રાખી ઓબીસી મોરચા દ્વારા વિધાનસભા સંમેલન ખાટલા બેઠકો ઓબીસી સમાજમાં આવતા વિવિધ જ્ઞાતિ આગેવાન યાદી દરેક મંડળ સુધી સરકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચે તે માટે નું અભિયાન તથા વિવિધ પ્રદેશમાંથી આવેલ કાર્યક્રમની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પ્રભારી શ્રી ચમનભાઈ સિંધવ (ઓબીસી મોરચા-સુરેન્દ્રનગર જિલ્લો) દ્વારા આપવામાં આવેલ. સાથે જિલ્લામાં તથા મંડળમાં નવ નિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરવામાં પણ આવેલ.બેઠકનું સંચાલન જિલ્લા ઉપપ્રમુખ નનુભાઈ ખેર કર્યું હતું. બેઠકમાં ઓબીસી મોરચા સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ પ્રદીપભાઈ વસ્તાણી – મહામંત્રી મનસારામજી – મહામંત્રી દશરથભાઈ સિંધવ તેમજ જીલ્લાના અધિકારીઓ – વેપારીઓ , સબ્યો મંડળના પ્રમુખ – મહામંત્રી – હોદ્દેદારોની ખાસ હાજરી રહી હતી. બેઠકની પૂર્ણાહુતિ ભારત માતાકી જયના નારા સાથે કરવામાં આવેલ હતી..
બીજેપી OBC મોરચા-સુરેન્દ્રનગર જિલ્લાની કારોબારી બેઠક શ્રી કમલમ્ ખાતે યોજાઇ
