પંચમહાલ જિલ્લાના શિવરાજપુર પાસે આવેલા ઝીમીરા રિસોર્ટમાં જુગાર રમતા ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ઝડપાયા
પંચમહાલ જિલ્લાના શિવરાજપુર પાસે આવેલા ઝીમીરા રિસોર્ટમાં જુગાર રમતા હતા. તે નડિયાદ જિલ્લાના માતર બેઠકથી ભાજપના ધારાસભ્ય પદે ચૂંટાયા છે. આ દરોડામાં ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 18 પુરૂષો અને 7 મહિલાને પોલીસે પકડી લીધા છે.
મળતી વિગતો મુજબ પંચમહાલ એલસીબીએ શિવરાજપુર સ્થિત ઝીમીરા રિસોર્ટમાં દરોડો પાડયો હતો.જેમાં દારૂ સાથે જુગારધામ પણ પકડાયું હતુ. જેમાં માતરના ધારાસભ્ય સહિત 18 પુરૂષો અને 7 મહિલાને પકડી લેવાઈ હતી. એલસીબીએ દારૂની 9 બોટલ પણ કબજે કરી છે. પોલીસે ધારાસભ્ય સહિતના ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.